________________
સામાયિક યોગ (વ્યવહારમાં) સમતાનો પરિણામ અર્થાત્ સાવધ પ્રવૃત્તિથી નિવૃત્તિ રૂપ જેટલી સહજ થઈ શકે તે સામાયિક. સામાયિક લીધેલ હોય ત્યારે ફોનની રીંગ વાગતા તેને સહજ લેવાની પ્રવૃત્તિ નહીં કરે કારણ ઉપયોગમાં છે કે 'હું સામાયિકમાં છું.' તેથી તે પાપ પ્રવૃત્તિથી સહજ અટકી જશે. પણ સામાયિક પાર્યા પછી તે અટકી શકશે નહીં. વિધિપૂર્વક સામાયિક દંડક ઉચ્ચારવારૂપ વ્યવહાર ક્રિયા છે. તેમાં ઉપયોગ એ નિશ્ચય છે. સામાયિક વ્યવહારથી – પાપ નિવૃત્તિ સહજ બે ઘડી સુધી ટકી શકે. આમ વ્યવહાર એ નિશ્ચયનું કારણ બને. અર્થાત્ જ્ઞાન પૂર્વકની ક્રિયા ફલવાન બને.
ત્રીજું વ્યવહારકુંત આવશ્યક : સામાયિક
છ આવશ્યકમાં પ્રધાન આવશ્યક સામાયિક છે. સામાયિક વિના ગુણસ્થાનકમાં પ્રગતિ નથી. શા માટે ?
આહારમાંથી ઈન્દ્રિયોનું સર્જન છે. એટલે આત્મા ઈન્દ્રિયોથી જ્ઞાન કરે છે તે આત્મા માટે કર્મકૃત બંધન આવ્યું. વિષય સુખનું ઝેર ઈન્દ્રિયો આત્માને પીવડાવે છે. તેથી વિષયનું સુખ મને ન જ જોઈએ. તેનાથી છૂટવા સામાયિક આવશ્યક છે. સામાયિક દ્વારા વિષયોથી દૂર થવાનું છે. તે માટે ત્રણ વસ્તુની સમજણ ખૂબ જરૂરી છે.
n
સાધ્યું, સાધન અને સાધના તે સમજવા જોઈએ. તે માટે જીવ– જીવન અને જીવવું. આ ત્રણ સમજવા જોઈએ.
હું જીવરૂપે શું છું ? 'હું દ્રવ્યરૂપે આત્મા છું' (જીવ દ્રવ્ય છું.) સ્વરૂપથી અક્ષય સ્થિતિવાળો છું. અર્થાત્ મારૂ મૃત્યુ નથી. અજર–અમર સ્વરૂપવાળો છું. અબહમ અમર ભયેંગે નહિ મરેંગે
યા કારણ મિથ્યાત્વ દીઓ ત્યજ, કર્યું કર દેહ ધરેંગે.'
(૫. આનંદઘનજી) દેહ એ હું આત્મા આ મારી ભ્રમ માન્યતા તુટી ! દેહરૂપ આકારનો
નવતત્ત્વ // ૧૬૨
•