________________
ઈન્દ્રિયોથી પરાધીન છે. ઈન્દ્રિયનો ઉપયોગ માત્ર ષેય તરીકે જાણવા માટે કરવાનો છે. જેથી ફરી ઈન્દ્રિયો પ્રાપ્ત ન કરવી પડે. જાણીને જ્ઞાતા બનવાનું છે કારણ કે ઈન્દ્રિયોથી ઔદાયિક ભાવનું સુખ થાય છે. એટલે કર્મબંધ કરે છે. કર્મબંધ દ્વારા ભવોમાં ભમવું પડે છે. ઈન્દ્રિયોથી આશ્રવ આવે છે. (૧) શુભાશ્રવ = પુણ્યબંધ (ર) અશુભાશ્રવ = પાપબંધ (૩) અનાશ્રવ = સ્વભાવને ભોગવવાનો હેતુ હોય તો ઈન્દ્રિય અનાશ્રવ બને. સ્વગુણ અનુભવરૂચિ પરમાં ઉદાસીનભાવ જોઈએ તો સાધ્ય સાધનની એકતા થાય અને સાધના બને. એટલે સામાયિકભાવ માટે ઈન્દ્રિયોને અનાશ્રવ બનાવવી પડશે. સાધુ, સમાધિ માટે નિર્દોષ વસ્તુની જરૂર હોય તો જ ધે, તો શુભાશ્રવ નહિંતર અશુભાશ્રવ થશે. 0 સાધના કોને કહેવાય?
સાધન-દ્રવ્યપ્રાણો–સાધના દ્રવ્યપ્રાણોની સહાય લઈ ભાવ પ્રાણોના જોડાણ પૂર્વકની પ્રક્રિયા તે સાધના. અર્થાત્ સાધ્ય નિશ્ચય છે સાધન વ્યવહાર છે અને નિશ્ચયના ઉપયોગપૂર્વક વ્યવહારની પ્રવૃતી તે સાધના છે. અને નિશ્ચયના ઉપયોગપૂર્વક વ્યવહારની પ્રવૃતી તે સાધના છે. આમ સાધ્યની સિધ્ધિમાં સાધના જરૂરી. સાધનામાં સાધના રૂપે દ્રવ્ય પ્રાણ જરૂરી. ભાવ પ્રાણોનો આધાર પણ દ્રવ્ય પ્રાણ છે. કર્માધીન છમસ્થ જીવોને દ્રવ્યપ્રાણ વિના ભાવપ્રાણનું પ્રગટી કરણ અશકય. તેમજ ભાવપ્રાણ વિના દ્રવ્યપ્રાણ પણ કાર્ય કરી શકતા નથી. અર્થાત્ આત્મવીર્ય યોગો તથા ઈન્દ્રિયો સાથે ન જોડાય તો તે યોગોનું પ્રવર્તન તથા ઈન્દ્રિયો સ્વ વિષયોના બોધનું કાર્ય કરી શકે નહીં આથી દ્રવ્ય અને ભાવ પ્રાણોનું સ્વરૂપ જાણવું જરૂરી. 0 દ્રવ્યપ્રાણ : ૫ ઈન્દ્રિય, ૩ બળ (મનવચન-કાયા), આયુષ્ય અને શ્વાસોચ્છવાસ આ ૧૦ પ્રાણ છે અને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાચ્છવાસ, ભાષા અને મન એ ૬ પર્યાપ્તિઓ છે.
પ્રાણ એ જીવન ક્રિયા છે. પર્યાપ્તિઓ જીવન ક્રિયાને ઉત્પન કરનાર છે. દ્રવ્યપ્રાણરૂપે જીવન જીવવાની તે જીવન શક્તિઓ છે. અર્થાત્ ઉત્પન
નવતત્વ // ૧૫