________________
"નિયયદષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહવાર પુણ્યવત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.' ગાથા-પs
(પૂ. મહો. યશોવિજયજી મ.સા.) "આત્મશાન નહીં જયાં સુધી ફોગટ કિયા કલાપ ભટકો ત્રણે લોકમાં, શિવસુખ લહો ન આપ.'
(અનુભવમાળા) n નિશ્ચયનય તથા વ્યવહારનયઃ
જો નિશ્ચય વ્યવહારને મજબુત કરે તો નિશ્ચય શુધ્ધ કહેવાય, અર્થાત્ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એ શુધ્ધ મોક્ષમાર્ગ છે.
જ્યાં સુધી સ્વસ્વરૂપનો નિર્ણય ન થાય અને પરનો પરરૂપે નિર્ણય ન થાય ત્યાં સુધી સ્વમાં સ્થિર થવાનું અને પરથી પર થવારૂપ મોક્ષમાર્ગની આરાધનાની શરૂઆત નથી. મિથ્યાત્વના કારણે પરને સ્વ સ્વરૂપે સ્વીકારની પકડ હોવાથી સર્વશની વાત સ્વીકારી શકતો નથી ત્યાં સુધી ક્રિયારૂપ કરેલ વ્યવહાર ધર્મ આત્મહિતના કાર્યનું કારણ બનતું નથી, તેથી સર્વજ્ઞનો મોક્ષ માર્ગ નિશ્ચય-વ્યવહાર (જ્ઞાનક્રિયારૂપ)થી સમજવો જરૂરી છે. છતાં જ્યાં સુધી નિશ્ચયપૂર્વક વ્યવહાર ન સમજાય ત્યાં સુધી વ્યવહાર છોડી ન દેવો કારણ કે અનાદિથી આત્મા કર્મને આધીન બનેલો, કષાયને પરવશ થયેલો, આત્માના સ્વભાવ-વિરૂધ્ધ વ્યવહાર કરી રહ્યો છે. આથી તેમાથી છૂટવા સર્વજ્ઞકથિત વ્યવહારના સંસ્કારની જરૂર રહે પણ તે નિશ્ચયના સમજણ પૂર્વકના થાય ત્યારે સફળ થાય. આથી વ્યવહાર જ્ઞાનપૂર્વક સુધારવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. ધર્મનું વર્તમાન ફળ પ્રાપ્ત કરવા વ્યવહાર દ્વારા નિશ્ચયને પકડે તો જ ધર્મનું ફળ આત્મ સ્વભાવરૂપ ધર્મની પ્રાપ્તિ (ચિત પ્રસન્નતા - સમતાદિવૃધ્ધિ) થાય નહીં તો માત્ર પુણ્યબંધ અને શુભ સંસ્કારનો લાભ થાય. નિશ્ચયથી સર્વજ્ઞકથિત વ્યવહાર ધર્મની દ્રઢ શ્રધ્ધાવાળો – ચેતનવંતો થાય, જે સ્વપરને સંવેગ ભાવજનક બને અર્થાત્ નિશ્ચય-વ્યવહારને મજબુત કરે, વ્યવહાર વગર નિશ્ચય ટકી શકે નહીં.
નવતત્વ // ૧૦૧