________________
તે બીજું વ્યવહાર કૃત આવશ્યક : વંદન. આત્મગુણોમાં વીર્યનું પરિણમન થવું તે. 1. વંદન કરનારે વંદન કરતી વખતે કયો ઉપયોગ મૂકવો જોઈએ?
વંદન આવશ્યક એ એક ધ્યાનયોગ રૂપ છે. અર્થાત્ વંદન કરતા ધ્યાનરૂપ થવાનું છે. વંદન આવશ્યક આત્માની પ્રતીતિ અને અનુભૂતિનું પરમ સાધન છે. કર્મકૃત જીવ જે ગુણની પૂર્ણતા નથી પામ્યો તેને માટે સર્વજ્ઞ કથિત આ પંચપરમેષ્ઠિઓને વંદનારૂપ વ્યવહાર આવશ્યક સર્વજ્ઞ બનવા માટે છે અને જે ગુણી પૂર્ણ બની ગયા છે એવા કેવલી, અરિહંત સિધ્ધોને વંદન આવશ્યક માત્ર નિશ્ચયરૂપ છે. નિશ્ચયવંદન સ્વાત્મ વીર્યનું સ્વગુણોમાં પરિણમવારૂપ હોય આથી વ્યવહાર આવશ્યકની સાથે આંશિક પણ નિશ્ચય આવશ્યક ભળે ત્યારે તે આવશ્યકમોક્ષ સાધક (વંદન આવશ્યક) બને. તેના પૂર્ણ ફળરૂપે નિશ્ચય આવશ્યક પ્રગટ થાય. આથી વંદન કરનારને વ્યવહાર–નિશ્ચયાત્મક (જ્ઞાનક્રિયા જ માત્ર) મોક્ષનો સતત ઉપયોગ હોવો જોઈએ. નહીં તો દ્રવ્યાવશ્યક માત્ર પુણ્યબંધના કારણરૂપ બને. D મારે વંદન શા માટે કરવાનું?
- અજ્ઞાનદશામાં રહેલા મારા આત્માએ પૂર્વે આયુષ્યાદિ કર્મોનો બંધ કર્યો તેના ઉદયથી હું શરીરમાં રૂપમાં પૂરાયો–ગોઠવાયો છું અને મારા આત્મા સિવાય મારે કોઈને વંદન કરવાના નથી. નિશ્ચયથી મારો સ્વભાવ મારા આત્માને વંદન કરવાનો છે. હું કર્મના ઉદયથી પુદ્ગલરૂપ પ્રાપ્ત શરીરાદિ કાયયોગાદિ વડે આત્મા સિવાય સર્વત્ર નમ્યો, નાચવાનું મારું વિભાવરૂપ શરૂ થયું છે. તો તે વિભાવરૂપથી મૂક્તિ થાય- કાયા રૂપાદિમાંથી નીકળવા સર્વજ્ઞ કથિત તેના ઉપાયરૂપ પંચાંગ પ્રણિપાત રૂ૫ વંદન આવશ્યક કરવાનું છે.
વંદનીયમાં કોને મારે વંદન કરવાના છે?
જેને હું વંદન કરું છું તે કોણ છે? તેનો ઉપયોગ જોઈએ, અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ, તેના ગુણોનું સ્મરણ અને તેના સ્વરૂપ અવસ્થાનું
નવતત્વ || ૧૫૩