________________
સ્વભાવમય વંદન ક્યારે થાય ?
પંચાંગ પ્રણિપાત પાંચ અંગરૂપ કાયાના નમન રૂપ ક્રિયા છે. ક્રિયામાં જ્ઞાનાદિ શુધ્ધ ગુણો પરિણામ પામે તો સ્વભાવમય વંદન ગણાય.
'જે જે પૂજા તે તે અંગે, તુ તો અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે; (પૂ. માનવિજય મા.સા.)
વંદન કરતી વખતે ઉપયોગ જોઈએ કે હું જે પાંચ અંગો વડે પરમેષ્ઠિને વંદન કરું છું. તે તે અંગોએ હું (આત્મા) નથી પણ તે ઔદારિક કાયાદિ યોગરૂપ છે અને તેમાં મારા આત્મામાં રહેલું આત્મવીર્ય પ્રવર્તે છે. તેથી જડ કાયારૂપ અંગ નમે છે, કાયા જડ છે. નમન આત્મવીર્ય છે. ભાષા વર્ગણા—વચન જડ છે. પણ તેમાં આત્મવીર્ય ભળવાથી સૂત્ર-સ્તુતિ—ગુણ માત્ર બોલવારૂપ ક્રિયા થાય છે. મન પણ મનોવર્ગણારૂપ જડ છે પણ તેમાં ભાવરૂપ વિચાર આત્મવીર્ય દ્વારા જ્ઞાનાદિગુણમાં ભળવાથી ક્રિયા મનથી થાય છે. આમ પાંચ અંગ અને મન–વચન—કાયા તે જડ છે, તે માત્ર ક્રિયા કરી શકતા નથી પણ તેમાં આત્મવીર્ય અને જ્ઞાનાદિ ગુણો ભળે ત્યારે તે ભાવ કે સ્વભાવ ક્રિયારૂપ થાય.
ધ્યાનરૂપે ક્યારે થાય ? ધ્યાતા અને ધ્યેયની એકત્લ થાય ત્યારે ધ્યાન થાય. 'ચિદાનંદ કેરી પૂજા નિર્વિકલ્પ ઉપયોગ, આતમ પરમાતમને અભેદે, નહિ કોઈ જડનો જોગ.' (૫. માનવિજય મ.સા.)
વંદન પૂર્વે સૂત્ર બોલાય છે ઃ
ઈચ્છામિ ખમાસમણો વદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ મન્થમેણ વંદામિ'
જે ક્ષમાદિ ગુણથી પૂર્ણ છે કે પૂર્ણ થવાના પૂર્ણ પ્રયત્નવાળા છે તેમને તે ગુણો મારામાં પૂર્ણ કરાવે માટે વંદન કરવાને ઈચ્છું છું. કાયાદિ રૂપે હું નથી તેથી આ કાયાદિમાંથી સદા નીકળવા તેમજ દ્રવ્યપ્રાણોથી સદા છૂટી હું માત્ર
નવતત્ત્વ // ૧૫૫