________________
ભાવપૂર્ણરૂપમારુંશાશ્વત જીવન જીવતોથાઉંમાટે વર્તમાનમાંક્ષયોપથમિકભાવથી પ્રગટેલા જ્ઞાનાદિ ભાવ પ્રાણો વડે જ્ઞાનાદિ પૂર્ણ ભાવપ્રાણોને વંદન કરું છું.
વ્યવહારથી શરીરાદિયોગો વડે અપ્રમતપણે વંદન કરવા છતાં નિશ્ચયથી ગુણરૂપ પ્રાણોથી વંદન કરું છું. તેવો પ્રબળ ઉપયોગ પ્રવર્તે તો અપૂર્વનિર્જરા થાય. ત્યારે ધ્યાતા–આત્મા–ધ્યેય તેના ગુણો તે મય બનીને વંદન કરે તો તે ધ્યાનરૂપ થાય. જો માત્ર શરીરથી વંદન કરે તો શાતાવેદનીય બંધાય. આત્મામાંથી કરે તો આત્માને લાભ થાય. આત્મ સ્વભાવથી વંદન થાય તો આત્મ સ્વભાવનો લાભ થાય. આત્મામાં રહેલા નિશ્ચયથી અંતરંગ પરમેષ્ઠિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય છે. તેને ઓળખી તેની રુચિપૂર્વક તે મય બની પરમેષ્ઠિને વંદન થાય તો અર્થાત્ અરૂપી તેવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય પરિણામ વડે અરૂપી એવા જ્ઞાનાદિ પૂર્ણ ગુણને વંદન થાય ત્યારે નિર્જરા અર્થાત્ ગુણની શુધ્ધિ વૃધ્ધિ કે અંતે પૂર્ણતા થાય. માત્ર પંચ પરમેષ્ઠિના અંગ આકાર રૂપ આદિને (પ્રતિમાને) લક્ષ કરીને વંદન કરવામાં આવે તો શાતા બંધાય, આ ક્રિયાથી અકામ નિર્જરા થાય.
यः सिध्धात्मा परः सोडहं, सोडहं स परमेश्वरः॥ मदन्यो न मयोपास्यो मदन्येन नचाप्यहम्
(યોગ પ્રદીપ) જે સિધ્ધાત્મા તે હું જ છું અને પરમેશ્વર પણ હું જ સત્તાએ છું. તેથી હું મારો જ ઉપાસ્ય છું. હું મારાથી જુદો નથી. આથી મારે મારા સાગત સિધ્ધ પરમાત્માની ઉપાસના કરવાની છે. a વ્યવહાર આવશ્યક નિશ્ચય આવશ્યકરૂપ ક્યારે બને?
સાધક, સાધન અને સાધ્ય ત્રણનો ઉપયોગ હોવો જોઈએ. સત્તાએ હું સ્વરૂપથી અક્ષય (અમર), અરૂપી (નિરંજન), નિરાકાર, અગુરુલઘુ, અવ્યાબાધ એવો સિધ્ધાત્મા છું. સત્તાએ અનંત કેવલજ્ઞાન-કેવલદર્શન વીતરાગ (અનંત આનંદ)અને અનંતવીર્યનો ભોગી એવો સાધક છું. મન, વચન અને કાયા ત્રણ યોગરૂપ સાધન છે. તેની સાથે સૂત્રોચ્ચાર એ પૂજા દ્રવ્ય સાધન છે. યોગ અને
નવતત્વ // ૧૫૬