________________
ભાન જોઈએ. અરિહંત સ્વભાવથી પૂર્ણ, સિધ્ધ સ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણ અને આચાર્યાદિસ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણત્વના સાધક છે અને તેના જ ઉપદેશક અને પાલન કરનારા અને કરાવનારને સહાય કરે છે.
પંચપરમેષ્ઠિ સિવાય બીજે બધે ઉપચાર માત્રવિનય હોય. પરમદષ્ટિને જે સિધ્ધ કરે સાથે (સ્વભાવ–સ્વરૂપ) તે અને બીજાને સિધ્ધ કરાવે તેતે પરમેષ્ઠિ કહેવાય. તે પરમ એટલે શું?
આત્મા સિવાય અન્ય કોઈપણ દ્રવ્યમા ન હોય અને આત્મામાં જે છે તે બીજામાં જઈ ન શકે અને આત્મામાં સદા રહી શકે તે આત્માના જ્ઞાનાદિ ગુણો પરમ છે અને તે આત્માને ઈષ્ટ છે. એ સિવાય આત્માને કોઈપણ વસ્તુ ઈષ્ટ નથી. કારણ કે પર વસ્તુ આત્મામાં સદા રહી શકતી નથી. આથી પરમેષ્ઠિ પાસે આત્માના જ્ઞાનાદિ ગુણો જ સદા રહેવાના છે અને તે જ યોગ્ય જીવમાં તેનો વિનિયોગ કરી શકે છે. આથી પરમેષ્ઠિને પરમ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા માટે જ વંદન કરવાનું છે. તે ઉપયોગ હોવો જોઈએ.
પંચાગ પ્રણિપાત વંદન શા માટે?
પાંચ અંગો (બે હાથ, બે જાનુ અને મસ્તક) જમીનને અડે તે રીતે પાંચેય અંગો નમાવવાપૂર્વક વંદન કરવું તે પંચાગ પ્રણિપાત વંદન કહેવાય. પણ તેમાં ગુણરૂપ ભાવ ન ભળે તો તે દ્રવ્ય વંદન કહેવાય.
ભાવ વંદન ક્યારે થાય?
જ્યારે ગુણોની પૂર્ણતાનો લક્ષ કરીને વંદન કરતો હોય પણ શુભભાવ ન હોય તો ગુણમય ન બને. માત્ર ગુણમય બનવાની શુભભાવના ભાવતો હોય તો તે ભાવ વંદન થાય. આથી અપુનર્બકદશા અને સમ્યગદષ્ટિને ભાવની પ્રધાનતા હોય પણ વિરતિના અભાવે સ્વભાવમય ન બને.
નવતત્ત્વ // ૧૫૪