________________
અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણ કરવા વડે તેની શુધ્ધિ કરવી પડે. આથી તે પણ વંદનીય બને. આથી વંદનનો પૂર્ણ અધિકાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જ છે. તેઓ નાના સંયમ ગુણ પર્યાય સાધુઓને અને સાધ્વી પરસ્પર નાના-મોટાને વંદન કરે.
ઉતરાધ્યયનના વિનય અધ્યયનમાં વિનયનો મુખ્ય અધિકાર માત્ર અણગાર ભિક્ષુકને કહ્યો છે.
સંજોગા વિધ્વમુક્કસ, આણગારર્સ ભિખૂણો, વિનય પાઉરિસ્સામ, અણપુલિં સુહ છે. આવા
માતાપિતાદિ બાહ્ય સંજોગો જેણે સદા માટે છોડી દીધા છે અને હવે અંદરના-કર્મ– કષાય-વિષય–સંયોગરૂપ સંસારને છોડવા ભિક્ષાચર્યા વડે જે કર્મનો ભેદ કરવા જે તત્પર છે તેવા ભિક્ષુકને હું વિનય અધિકાર પ્રગટ કરીશ તે તું (જબૂવિજય) સાંભળ!
सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कत : । शुध्धबुध्ध स्वभावाय, तस्मै भगवते नमः ॥
| (શાનસાર) જે મહાત્મા પુરુષનું ધર્માનુષ્ઠાન સમ્યજ્ઞાનથી સહિત છે અને મોહના (પદગલિક આશંસાથી રહિત) દોષરૂપી કાદવ કીચડથી મલિન થયું નથી એવા શુધ્ધ (નિર્મળ) બુધ્ધ (જ્ઞાનમય) સ્વભાવવાળા તે પૂ. મહાપુરુષોને વ્યવહારનયે વંદનીય છે. નિશ્ચયનયે તો મારા સત્તાગત શુધ્ધ–બુધ્ધ (જિન) તેમને હું વંદન કરું છું "અહો ! અહો ! હું મુજને કરું, નમો મુજ નમો મુજ રે
(૫. આનંદઘનજી મહારાજ) વંદનીયમાં પ્રથમ જિનવચન પ્રમાણે માન્યતા શુધ્ધ જ હોવી જોઈએ. તેમાં અપવાદ કે ઓછીવતી ન ચાલે અને શુધ્ધ માન્યતા પ્રમાણે આચરણા હોવી જોઈએ. કદાચ કારણે આચરણા પૂર્ણ ન પાળી શકે છતાં આચરણનો પક્ષપાત અને પશ્ચાત્તાપ હોય તો તે પણ વંદનીય બને.
નવતત્વ // ૧પર