________________
1 મોહને અટકાવવાનો તથા ભગાવવાનો રામબાણ ઉપાય
મોહને મારવાનો માત્ર ઉપાય જ્ઞાનીઓએ – 'તત્વાગમા અપયાતિ મોહતત્ત્વના સ્વીકારવાથી જ મોહ અટકે. તત્વમય થવાથી મોહ ભાગે, તત્વને નિશ્ચય પકડે, (મૂળને પકડે) એટલે પૂર્ણ સત્યથી વિકલ્પો અટકી જાય, અજ્ઞાનતા વિપર્યાસપણાને કારણે વિકલ્પો ચાલે- તેથી આત્માના સ્વરૂપદશાની વિચારણા કરવાની જરૂર પડે. અનભિસંધી વીર્ય કર્મને પરાધીન હોવાથી તે રોકી શકાતું નથી. તેથી સતત જીવ લોમાહાર ગ્રહણ કરી રહ્યો છે. આથી આત્મા માત્ર કવલાહારને રોકવા વડે અનભિસંધી વીર્યનું રક્ષણ કરી શકે અને તે વધારેમાં વધારે છ માસ સુધી રોકી શકાય. આથી – 'આત્માને પૂછવું પડે કે આહારની શું ખરેખર જરૂર છે? તપમાં આત્માને છેતરતો નથી ને?
આવશ્યક એટલે – અવશ્ય કરવા યોગ્ય જે કાર્ય તે આવશયક. નિશ્ચયથી આત્માનું પ્રથમ આવશ્યક "શાનામૃત ભોજન"
નિશ્ચયથી આવશ્યક એટલે 'આવાસાયતિ એટલે આત્મા પોતાના ગુણોથી વાસિત થાય. અર્થાત્ આત્મા પોતાના સહજ સ્વભાવમય બને તે આવશ્યક. આથી આત્માનું પ્રથમ આવશ્યક 'જ્ઞાનગુણ– શેયના જ્ઞાતા બનવું. આથી 'આત્માનું આવશ્યક જ્ઞાન' 'જ્ઞાનામૃત ભોજન' તેને બદલે આત્માએ આહારાદિ પુદ્ગલ ગ્રહણ – ભોજનરૂપ- આહારગ્રહણ – પરિણમનવિસર્જનરૂપ પાપકૃત આવશ્યક આવ્યું. તેને ટાળવા રોકવા જ્ઞાનીઓએ પચ્ચકખાણ આવશ્યક બતાવ્યું. આથી જ્યારે જ્યારે પચ્ચકખાણ પારવાનું થાય ત્યારે ઉપયોગ મૂકવો જોઈએ.
'તીર્થંકર પરમાત્માએ ભવ્યજીવોને ભવના કાયમી ભવબંધનથી મુક્ત કરવા અને આત્માની પોતાની પૂર્ણ સ્વતંત્રતા સહજ સુખ અવસ્થા પ્રાપ્તિ માટે કેવો પરમોત્તમ મોક્ષમાર્ગ ફરમાવ્યો છે.'
તપ ચિંતવાણી કાઉસગમાં ભાવવાની ભાવના : સવારે ઊઠીને સૌ પ્રથમ પ્રતિક્રમણ–જે પોતાના સહજ સ્વભાવમાં
નવતત્વ / ૧૪૫