________________
આહાર એક સંયોગ છે – જેમ તે વધે તેમ જીવ દુ:ખી અને તેનો અભાવ થાય તેમ જીવ સુખી થાય. આથી સિધ્ધમાં પૂર્ણ અને શાશ્વત સુખ ત્યાં કોઈપણ પ્રકારનું દુઃખ નહીં. દેવલોકમાં ઉપર ઉપરના દેવો વધારે સુખી તેનું કારણ પણ સંયોગ ઘટે ઉપર ઉપરના દેવલોકમાં આહાર ઘટે, ૠધ્ધિ—પરિવાર, કષાય આદિ સંયોગ ઘટે તેમ તેમને સુખ વધે.
સાધુઓ પણ સુખી શેનાથી ? સાધુઓને ચક્રવર્તી કે ઈન્દ્રથી પણ અધિક સુખની પ્રાપ્તિ કેમ ?
नैवास्ति राजराजस्य, तत्सुखं नैव देवराजस्य, यत्सुखमिहैव साधो - लोक व्यापार रहितस्य ॥ (૧૨૮) (પ્રશમરતિ પ્ર.)
જે લોક વ્યાપારથી રહિત થાય તે અર્થાત્ ખાના પીના, સોવના, મિલના, વચન વિલાસ, જ્યાં જ્યાં પાંચ ઘટાઇએ ત્યોં ત્યોં ધ્યાન પ્રકાશ.'
સાધુએ સદા ધ્યાનમાં યોગમાં રહેવાનું છે, તો સાધુ આત્મસુખને અનુભવી શકે. આથી જેટલી ખાવા, પીવા, બોલવા ચાલવા, હળવું, મળવું આદિ લોકપ્રવૃતિનો ત્યાગ કરો તે જ ધ્યાનયોગમાં સ્થિર થઈ શકે. તે માટે સંયમ જરૂરી સંયમ માટે જ તપ જરૂરી. આથી સાધુઓને પ્રથમ પૂછવામાં આવે છે 'ઈચ્છકાર-સુહ–રાઈ– સુખતપ, શરીર, નિરાબાધ, સુખસજમ જાત્રા નિર્વહો છોછ ?'
જે સાધુ યથાશક્તિ તપ પરિણામમાં રમતો હોય તો જ તેના રાત્રિદિવસ સંયમપૂર્વક સુખરૂપ પસાર થાય નહીં તો તેમને ઈન્દ્રિય વિષય, શારીરિકાદિ પીડારૂપ દુઃખ અનુભવવું પડે.
તેથી સાધુએ સુખી થવા જ 'સ્વાધ્યાય' સંયમતરતાનામ્' તપરૂપ સ્વાધ્યાય દ્વારા સંયમરૂપ સમાધિ સુખ પામવાનું છે. આથી સાધુઓનું પરમ ભોજન 'જ્ઞાનામૃત ભોજન'– તેમાં આનંદનો સ્વાદ માણવા તપ કરવાનો છે.
નવતત્ત્વ // ૧૪૩