________________
આથી તપની વ્યાખ્યા
"ઈચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે,
તપ તેથી આત્મા, વર્તે નિજગુણ ભોગે રે સિધ્ધો અનંતકાળ સુધી આહારાદિ કોઈપણ ટેકા કે સંગ વિના સ્વમાં રમમાણ કરતા અનંતના ભોકતા બને. આથી જેને પણ સિધ્ધ સ્વરૂપે થવું હોય તેને શરીર અને શરીરના ટેકારૂપ આહાર પણ છોડવાનો અભ્યાસ મનુષ્યપણામાં સમજીને કરવો પડે અને તે માટે જ આહારાદિ સંગના ત્યાગના અભ્યાસરૂપ વ્યવહાર તપ કરવાનું જિનાજ્ઞારૂપ વિધાન છે. ન ભાવતું હોય કે શરીરની પ્રતિકુળ તાને કારણે તમે આહારાદિનો ત્યાગ કરો કે તેના પચ્ચખાણ લો તેનો વિશેષ લાભ ન થાય. અર્થાત્ તે તપરૂપે ન થાય, પણ ખાવું એ પાપ – મારા આત્માનો સ્વભાવ નથી એમ માનીને ત્યાગ કરો તો તપના શુધ્ધ પરિણામમાં નવકારશીના પચ્ચકખાણમાં કેવલજ્ઞાન પણ પ્રગટ થઈ શકે. કરગડૂમુનિને સંવત્સરીના દિવસે પણ ભાત ખાતા તપના પરિણામે ચઢતા કેવલજ્ઞાન પ્રગટયું. આહારમાં સુખ હોત તો પચ્ચકખાણની વાત ન આવત પણ આત્માના સ્વભાવની વિરુદ્ધ પ્રવૃત્તિરૂપ હોવાથી આત્મા માટે આહાર પીડાકારક છે. આથી આત્માના સુખ આનંદ અનુભવવા આહારના ત્યાગરૂપ પચ્ચખાણ પરૂપ કરવાનું છે.
આહાર સંયોગ વધે તેમ દુઃખ વધેક્રેશ ક્યારે કેટલો આહાર ગ્રહણ કરે?
જેનું શરીર નબળું– સુધાવેદનીય તીવ્ર તેને વધુ આહાર કે વધારે વખત આહાર કરવો પડે. આથી વધારે વખત આહાર કરનાર વધારે દુઃખી.
સ્થાવર જીવો (એકેન્દ્રિય) અપર્યાપ્ત અવસ્થામાં તૈજસ–કાશ્મણ શરીર દ્વારા એક સમયે ઓજાહાર લોકની મધ્યમાં રહેલા છએ દિશામાં કે ત્રણ, ચાર, પાંચ દિશામાંથી આહાર ગ્રહણ કરે.
પર્યાપ્ત સ્થાવર જીવો સ્પર્શનેન્દ્રિય દ્વારા સતત (ઝાડ મૂળિયા વડે–છાલના છિદ્રો વડે) લોમાહાર ગ્રહણ કરે. વિકલેજિયજીવો અને નરકના જીવોને અત્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત અશુભ,
નવતત્વ // ૧૪૧