________________
પડે. ઓછું પાણી વાપરવા છતાં માત્રુ વધારે થાય. જ્યારે ઉનાળામાં ઉષ્ણ વાતાવરણને કારણે તપ અઘરો થાય પાણીની વધારે જરૂર પડે માત્રુ ઓછું થાય. શરીરના છિદ્રો દ્વારા પરસેવો વધારે બહાર નીકળે. આથી ચોમાસામાં અટ્ટમ, શિયાળામાં છઠ્ઠ અને ઉનાળામાં એક ઉપવાસ ત્રણે નિર્જરાની અપેક્ષાએ સમાન ગણાય. એક સમય પણ લોમાહારનો ત્યાગ થઈ શકતો નથી. જો શરીરના છિદ્રો બંધ કરવામાં આવે તો મૃત્યુ થાય.
આથી લોમહારના ત્યાગનો પચ્ચકખાણ લઈ શકાતા નથી. માત્ર ચાર આહાર જે કવલાહારરૂપ છે તેના જ ત્યાગના અર્થાત્ ચાર આહાર મારે ન કરવા તેના પચ્ચકખાણ લઈ શકાય તે કેટલો કાળ લઈ શકાય?
પ્રથમ તીર્થંકરના કાળમાં એક વર્ષ, બાવીસ તીર્થંકરના કાળમાં ૮ માસ અને ચરમ તીર્થપતી મહાવીર સ્વામીના શાસનમાં ૬ માસ સુધી ચારે આહારન ગ્રહણ કરે તો પણ જીવી શકાય, તો આત્માએ સ્વઆત્માને છેતર્યા વિના કપટ રહિત પોતાની વર્તમાન શારીરિક, માનસિક સમાધિને લક્ષ કરીને તથા સંયમાદિ સર્વ યોગો સદાય નહીં તે રીતે છ મહિનાથી માંડી નવકારશી સુધીના તપ વિચારણા કરી પચ્ચકખાણની ધારણા કરવી. પછી આવડતું હોય તો જાતે પચ્ચકખાણ ઉચ્ચરી લેવું. મોડામાં મોડું સૂર્યોદય પહેલા પચ્ચખાણ ધારવું–લેવું તો શુધ્ધ ગણાય.
શું આહાર વિના જીવ જીવી ન શકે?
આત્મા અરૂપી છે તેના પ્રદેશો અરૂપી છે તેમાં રહેલા ગુણો પણ અરૂપી છે. આથી આત્માની પુષ્ટિ અરૂપીથી જ થાય રૂપીથી ન જ થાય. આહાર રૂપી છે અને શરીર પણ રૂપી છે. આથી શરીરને રૂપી ખોરાકની જરૂર પડે આથી કેવલીઓને પણ જ્યાં સુધી શરીર હોય અને સુધા વેદનીયનો ઉદય હોય ત્યાં સુધી આહારની જરૂર પડે. જ્યારે સિધ્ધો શરીરથી સર્વથા સદા માટે રહિત થયા તેથી તેઓ હવે સંગથી રહિત બની માત્ર અરૂપી એવા શુધ્ધ આત્મદ્રવ્ય અને તેમાં રહેલા પૂર્ણ ગુણોને ધારણ કરનારા છે તેથી હવે તેમને રૂપી આહારની જરૂર નહીં, અરૂપી એવા ગુણો વડે જ આત્મા તૃપ્ત થાય છે.
નવતત્વ || ૧૪૦