________________
સાધના માટે થાય તો જ સફળ થાય.
જન્મ અવસ્થા એ આત્માની સૌથી મોટી વિભાવ દશા. આહાર એ પ્રથમ કર્મકૃત આવશ્યક થાય.
આથી સર્વજ્ઞ વચનવડે પરસંયોગ એ સંસાર. જે આત્મા માટે દુઃખરૂપ છે. આથી જન્માદિ દુઃખરૂપ અને જન્મ તેનું ફળ કાયા, કાયાનું સર્જન, આહારમાંથી. આથી આહારની ડિમાન્ડ શરીર કરે તેથી આહાર એ આત્માની મોટામાં મોટી વિભાવ દશા છે. આથી ખાવું એ પાપ.' . જીવબંધન જણે નહીં?
જો બંધન સ્વરૂપે લાગે તો છૂટવાનું મન થાય નહીં તો આરાધના દ્વારા બંધનો મજબૂત થશે. અનાદિકાળથી જીવે અજ્ઞાનદશામાં ધર્મ આરાધના શકિતની ઉપરવટ થઈને પણ કરી પણ બંધન તોડવાને બદલે બંધનો વધારે મજબૂત કર્યા. ચોવીસ કલાક બંધનની અકળામણ શરૂ થવી જોઈએ, આત્મા કર્મની ૧૫૮ પ્રકૃતિઓના બંધનમાં બંધાયેલો છે. તેમાં પ્રધાન બંધન આયુષ્ય છે તે જ દેહનું અને આહારનું બંધન ઊભું કરે છે. આયુષ્યનો બંધ નિકાચિત થઈ ગયા પછી તે ગમે તેવા તપાદિ પુરુષાર્થથી તૂટે નહીં. આયુષ્યનો બંધ જેને પડી જાય તે તે ભવમાં કેવલજ્ઞાન પ્રગટાવી શકે નહીં. મોહનો સર્વથા ક્ષય ન કરી શકે. અર્થાતુ તે વીતરાગ પણ થઈ ન શકે. અર્થાત્ આત્માના પૂર્ણ સ્વભાવને પ્રગટાવી ન શકે અને ભોગવી પણ શકે નહીં.
આયુષ્યના ઉદય સુધી શરીરમાં આત્માને રહેવું પડે. શરીર માટે આહારનું ગ્રહણરૂપ બંધન ઊભું રહે આથી એ પ્રથમ બંધન રૂપ લાગવું જોઈએ. અનાદિકાળથી જીવ આહારના બંધનથી બંધાયેલો, આહારનું કામ આત્માને શરીરરૂપી પરિણામને બાંધવાનું અને તેને પરાધિન કરવાનું. આત્મા શરીરને પરાધીન અને શરીર આહારને પરાધીન થાય. અર્થાત્ આહાર સર્જનરૂપ શરીર ૨૪ કલાક આહાર ડીમાંડ (માંગ) કર્યા કરે. આમ બંધનની પરાધીનતાનું અનાદિ ચક્ર ચાલ્યા કરે.
નવતત્વ // ૧૩૮