________________
જ્યાં સુધી જિનવચન પ્રતીતિરૂપે ન થાય ત્યાં સુધી તેમાં રુચિ પરિણામ પ્રગટ ન થાય ત્યાં સુધી તે જિનવચન આત્મામાં સ્પર્શનારૂપે પરિણામ ન પામે ત્યાં 'આચારો પણ નિર્જરાના કારણ ન બને. આથી જિનતત્વો વડે જિનવચનની પ્રતીતિ કરવાનો પ્રયત્ન જરૂરી. 3 જન્માદિ સંયોગ દુઃખનું કારણ શા માટે?
'ગ્રહે અરૂપી રૂપીને, એહિ અચરિજ વાત,
જીવ બંધન જાણે નહિ કેવો જિન સિધ્ધાંત.' જિન સિધ્ધાંત છે કે અરૂપી દ્રવ્ય ક્યારે પણ રૂપી દ્રવ્યને ગ્રહણ કરી ન શકે. આત્મા અરૂપી દ્રવ્ય હોવા છતાં તે રૂપી એવા પુદ્ગલ કાર્મણાદિ વર્ગણાને ગ્રહણ કરે છે તે આશ્ચર્યની વાત છે. અરૂપી દ્રવ્યમાં રૂપી દ્રવ્યનો તાદાભ્ય સંબંધ થઈ શકતો નથી. તે સંયોગ સંબંધ રહે છે. આત્માના ગુણો આત્મામાં તાદાભ્ય સંબધે રહેલા છે. તેથી તે કદી આત્મામાંથી છૂટા પડતા નથી. જ્યારે આત્મા પોતાના ગુણમય બને છે ત્યારે તે સુખને – આનંદને પામે છે પણ જ્યારે તેમાં પ્રગટેલા ભ્રમને કારણે તે પુગલના સંયોગરૂપે થવા જાય ત્યારે તે દુઃખી થાય છે. જેમ ગરમાગરમ તેલમાં લોટની વણેલી પૂરીને તળવામાં આવે ત્યારે તેની બધી બાજુથી તેલગ્રહણ અને પૂરીમાં રહેલા પાણીનો ભાગ છૂટવારૂપ ફીણ થાય. તેલના પુદ્ગલ ગ્રહણ વખતે જે પ્રક્રિયા શરૂ થાય. તે જ રીતે કાર્મણ શરીરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને નવા પુલના વર્ણાદિ ભિન્ન વિરુધ્ધ વિષમ પુદ્ગલો વચ્ચે પણ ઘર્ષણ થાય. આત્મા અરૂપી દ્રવ્ય અને પુદ્ગલ રૂપી દ્રવ્ય જ્યારે
જ્યારે સંયોગ સંબંધે અર્થાત્ કાર્મણ–તૈજસ વર્ગણા જ્યારે ઔદારિક (કે વૈક્રિય) શુક્ર-શોણિત અમનોજ્ઞ આહાર પુગલોને ગ્રહણ કરીને શરીર સર્જનરૂપ જન્મ અવસ્થામાં આવે ત્યારે આત્મા વેદના ભોગવે છે. અર્થાત્ ગર્ભમાં જીવને આઠગણી પીડા હોય, યોનિમાર્ગે જ્યારે બહાર નીકળે ત્યારે એનાથી અધિક પીડા હોય. આવી અસહ્ય પીડા ભોગવતો હોવાથી બાળક રડતો રડતો બહાર આવે છે. - આથી જન્મ સંયોગરૂપ સંસાર અવસ્થા આત્માને દુઃખરૂપ છે. માટે જન્મ લેવાય નહીં અને જન્મ અપાય નહીં. માટે મનુષ્યભવ જ અજન્મા બનવાની
નવતત્વ // ૧૩૭