________________
ગ્રહણનું કાર્ય ચાલુ રાખે. આહાર વિના એક સમય પણ જીવને ન ચાલે માટે આહાર એ જીવ માટે કર્મકૃત આવશ્યક બની ગયું.
કવલાહારઃ સંપૂર્ણ શરીરાદિ પૂર્ણ જન્મ ધારણ કરી દ્રવ્યપ્રાણોથી પૂર્ણ બની જીવ જીવતો થાય ત્યારે તે મુખવડે જે આહાર ગ્રહણ કરે તેને કવલાહાર કહેવાય. કવલાહાર નિરંતર ન હોય. p. જન્મ દુઃખરૂપ શા માટે? अणंग रूवाओ जोविओ संवेदइ विरूवरूवे फासे पडिसंवेदइ।
(આચાસંગ) જ્યાં જીવ ઔદારિકાદિ બિભત્સ, અમનોજ્ઞ એવા વિરૂપ સ્પર્ધાદિ પુદ્ગલથી જીવ મિશ્રિત થવા વડે પીડાને વેદે છે.
| "સંયોગ મૂલાવેન પત્તા દુઃખ પરપરા
જીવનું પુદ્ગલ સાથે સંયોગરૂપે જોડાવું તે જ દુઃખનું કારણ છે. પર પુદ્ગલોનો સંયોગ થવો તે જ જીવ માટે સંસાર છે. તે જ દુઃખરૂપ છે. આથી જીવ માટે યોનિ વડે જન્મ થવો તે દુઃખરૂપ છે. અર્થાત્ જન્મથી દુઃખની શરૂઆત અને તે વિકાસ પામતું દુઃખ મૃત્યુ સુધી આગળ વધે આથી 'શ્રુત સ્તવમાં શ્રુતજ્ઞાનનો મહિમા બતાવ્યો- 'ગાર્ડ ના મરણતોલા પાર્સ' જન્મ–જરાદિ સંયોગ અને મરણાદિ વિયોગરૂપ વિભાવ અવસ્થા જીવ માટે દુઃખરૂપ છે. તેનો જે ત્યાગ કરે તે મોક્ષસુખનો ભાગી થાય. a જીવ આહાર ક્યારે ગ્રહણ ન કરે?
विग्गहगइभावना केवलिणो समुहया अजोगी च ।
सिध्धाय अणाहारा सेसा आहारगा जीवा ।
વિગ્રહગતિમાં રહેલો જીવ કેવલી સમુદ્દાઘાત વખતે, ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થામાં અને સિધ્ધાવસ્થામાં જીવ આહાર ગ્રહણ કરતો નથી. તે સિવાય જીવ બધી અવસ્થામાં આહાર ગ્રહણ કરે છે.
નવતત્વ / ૧૩૫