________________
ભવની યાત્રાની શરૂઆત થાય. આયુષ્યકર્મના ઉદય સાથે નામકર્મનો પણ ઉદય થાય, અરૂપી એવા આત્માને રૂપ અને આકારમાં ગોઠવવાનું કામ નામકર્મ કરે છે.
આખું જગત નામ માટે જીવે અને લડે છે. આમ તો આઠેયકર્મમાં મોહનીયકર્મબળવાન છે અને મોહને પોષવામાં નામકર્મનિમિત્ત બને છે. અઘાતિ નામકર્મના ઉદય પર સ્વરૂપની અજ્ઞાનતાના કારણે મોહ ફૂલેફાલે છે.
નામકર્મના ઉદયે આત્માને છ બંધનોની પ્રાપ્તિ થઈ.
અરૂપી, અશરીરી, નિરાકાર એવા આત્માને નામકર્મનો ઉદય થતાં અરૂપી આત્મામાં રૂપ-આકારના વિકારમાં ગોઠવવારૂપ પુદ્ગલના સંયોગરૂપ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પર્યાપ્તિરૂપે છે બંધનો (પરાધીનતા) આવ્યા. આત્માને પોતાનું સ્વરૂપ ભૂલવવામાં નામકર્મનો મહત્વનો ફાળો છે. તે આત્મ સ્વરૂપમાં વિદનભૂત છે. આત્મા એકપણ પુદ્ગલની સહાય વિના પોતાનું સ્વતંત્ર જીવન પૂર્ણ રીતે – સદાકાળ જીવી શકે છે. આથી સિધ્ધમાં એકપણ પુદ્ગલ દ્રવ્યનો સંયોગ ન હોવા છતાં પણ શાશ્વતકાળ આત્મા પોતાના ગુણોની પૂર્ણતા વડે પોતાનામાં રમમાણ—આનંદ માણે છે. પૂર્ણ સુખનો ભોકતા બને છે. એવા આત્માને કર્મોની પરાધીનતાને કારણે છમહાબંધનો આવ્યા. અર્થાત્ છ કર્મકૃત આવશ્યક વિના જીવ હવે જીવી શકતો નથી.
ભવની શરૂઆત આયુષ્યકર્મથી અને ભવનો વિકાસ નામકર્મથી થાય. જે આત્મા આયુષ્યકર્મ ન બાંધે તેને નામકર્મ પણ ન બંધાય તેને બીજા ભવના સર્જનના કર્મોના બંધ પણ ન બંધાય અને આયુષ્યકર્મના અંતથી તેના અનાદિના ભવનો અંત આવે અર્થાત્ નિર્વાણ થાય.
આયુષ્ય અને નામકર્મ મોહની હાજરીમાં બંધાય. મોહનો ઉદય રૂપીપણાને અને આકારપણાને પકડે અર્થાત્ રૂપ અને આકાર સાથે રહેવાનો ભાવ થાય તેથી આયુષ્ય નામકર્મ બંધાય. અર્થાત્ અરૂપીપણું અને નિરાકારભાવ જતો રહે તેથી રૂપી એવા શરીરનું સ્મરણ થાય, તે આત્માને મોટામાં મોટો પાપોદય, કે આત્માનું સ્મરણ નહીં અને દેહનું વિસ્મરણ નહીં, જ્યાં સુધી દેહનો
નવતત્વ || ૧૩૦