________________
આપણે જીવાજીવ, યોગાયોગ, રૂપારૂપ સ્વરૂપે છીએ. કારણ કે શુધ્ધ અને અશુદ્ધ બને અવસ્થા છે. કર્મમય–જડમય–શરીરમય અવસ્થાને જીવાજીવ, મન-વચન-કાય યોગ રૂપ અવસ્થા તે યોગાયોગ અને રૂપમય અવસ્થા તે રૂપારૂપ. સત્તાએ સિધ્ધ છીએ તેથી શુધ્ધ અને કર્મથી જોડાયેલા છીએ તેથી અશુધ્ધ પણ છીએ. - જો જ્ઞાન શુધ્ધ ન બને તો ફકત ક્રિયા કાર્ય ન કરે. શ્રધ્ધાથી ક્રિયા કરે તો
ઓઘથી ભાવ આવ્યો. આ શ્રધ્ધા નિર્મળ કઈ રીતે થાય? પ્રભુએ ક્રિયા કરવાની કહી છે તો સાથે સાથે જ્ઞાન ભણવાનું પણ કહ્યું છે. સામાયિકની ક્રિયા કરી તેમાં ફક્ત માળા ગણો તો કઈ રીતે ચાલે? શક્તિ હોવા છતાં સ્વાધ્યાય ન કરો તો અધૂરી ક્રિયા કરી અધૂરું ફળ મળ્યું. સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી. કલાકો સુધી અષ્ટ પ્રકારી પૂજા કરો, સામાયિકમાં આવશ્યક સૂત્ર ન ભણો ફકત જાપ કરો તો કઈ રીતે ચાલે?
મુક્તિ માટે શું જરૂરી છે?
કર્મકૃત સંબંધો દ્વારા રાગાદિ ભાવથી જગત જોડે સંબંધ છોડો અને મૈત્રીભાવથી જગત જોડે સંબંધ જોડી દો. નમસ્કાર મહામંત્ર દ્વારા પંચપરમેષ્ઠિ સાથે સંબંધ જોડી સ્વસ્વભાવમય બની જગતથી નિરાળા બની મુક્તિના ભાગી બનો.
નવકારમાં ૧૪ પૂર્વ– આખું આગમ પદે પદે સમાઈ ગયું છે. એક એક પદ કેવલજ્ઞાન અપાવે તેમ છે પણ તેના માટે સ્વાધ્યાય કરવો પડશે. સ્વાધ્યાય = સ્વ અધ્યાય = આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય.
ગણધર ભગવતે રચેલા આવશ્યક સૂત્રો એ આત્માના આવશ્યક માટે છે.
જેમ જેમ મમતા છૂટતી જાય તેમ તેમ આત્મામાં રહેલી સમતા પ્રગટ થતી જાય. તેમ તેમ જગત જોડેનું કનેકશન ઘટતું જાય અને આત્મા સાથેનું જોડાણ વધતું જાય. શુધ્ધ ધર્મ થાય તો જ ક્ષપકશ્રેણિ માંડી શકાય પૂર્ણ શુધ્ધ ધર્મનું ફળ અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન અપાવે જ.
નવતત્વ // ૧૧૫