________________
આત્મા સ્વાર્થી છે પોતાને સમજાઈ જાય કે આ જ મારું છે તો તે પરની ઈચ્છા પણ નહીં કરે. પરંતુ અનાદિકાળના સંસ્કારો એવા છે કે પરને પર તરીકે આપણે માનતા નથી તેથી પર પ્રત્યે રાગ થઈ જાય.
મિથ્યાદષ્ટિ પરોપકાર, દાન વગેરેના કાર્ય કરે ત્યારે શુભ ઉપયોગ છે પણ મિથ્યાત્વ ઊભું છે. તેથી અશુભના અનુબંધવાળું છે. દાન આપે શીલ પાળે તેમાં મિથ્યાત્વના કારણે શ્રધ્ધા હોય કે દાન આપો તો પુણ્ય મળે. શીલ પાળે તો દેવલોક મળે એવી શ્રધ્ધાથી નિર્મળ શીલ પણ પાળે. ચક્રવર્તીના ઘોડાને શીલ પળાવે તેના પ્રભાવે આઠમા દેવલોકમાં જાય. પરનો માલ આપો તો પરનું મળે અને ઉપાધિ વધે તેથી તે નકામું. ધનાદિનું દાન કર્યું અને ધનની મૂર્છા ન તૂટી તો દાન પુણ્યબંધ કરાવનાર બનશે. પુણ્ય ઉપાધિરૂપ છે, ઉદય વખતે અનુકૂળતા રૂપી ઉપાધિ આપે છે. a પરના દાનથી સ્વગુણ સંપત્તિ પ્રાપ્ત થાય તો તે દાન સફળ
પરનો માલ આપવાથી સ્વનું મળે તો જ દાન સાચું. અર્થાત્ ધનાદિ પર વસ્તુ આપીને પોતાની ગુણ સંપત્તિનો લાભ થાય તો દાન સફળ. ટૂંકમાં પારકો માલ તમારી પાસે છે તે આપો તો જ તમને તમારો માલ મળે. પરંતુ પારકો માલ આપી ઉપાધિ જવા દેવી કે ઉપાધિ વધારે મેળવવી છે?
મિથ્યાત્વના પરિણામપૂર્વક દાન કરવાથી લોકોમાં સારા કહેવાઈશું એ ઉપયોગ શુભ પણ અનુબંધ અશુભ. માત્ર શરીર, મન, ઈદ્રિય માટે જ ઉપયોગ આવતો હોય- આ ખાઉં–આ પહેરું-સ્નેહીઓને ખવડાવું પણ સાધર્મિકને નહીં. જેમાં આત્માની કોઈ વાત નહીં, ચિંતા ન હોય ફકત શરીરની જ ચિંતા હોય તો તે બધા જ અશુભ ઉપયોગ કહેવાય. એમાં આર્તધ્યાનની પ્રધાનતા હોય.
મારવાના તીવ્ર પરિણામ, કષાયના તીવ્ર પરિણામ, તીવ્ર હિંસાના પરિણામમાં જવું, સમાજનો ડર નહીં તો અશુધ્ધ ઉપયોગ છે. તીવ્ર મિથ્યાત્વ હોય ત્યારે અનંતાનુબંધી કષાય ભેગો જ હોય ત્યારે પણ અશુધ્ધ ઉપયોગ હોય. માત્ર આંખ બંધ કરવાથી ધ્યાન ન થાય પરંતુ દરેક વ્યવહાર રસોઈ
નવતત્ત્વ || ૧૨૪