________________
કાર્યરૂપે થાય.
બોધ જ્યાં પણ થાય તે લબ્ધિવીર્યનું જ કાર્ય ગણાય. કરણવીર્યનું કાર્ય ફક્ત પુદ્ગલને ગ્રહણ, પરિણમન ને વિસર્જન કરવાનું છે. લબ્ધિવીર્ય જ્ઞાનાદિ ગુણમાં ભળે છે.
ગૌતમ સ્વામીજી દેવશર્માને પ્રતિબોધ કરીને પાછા ફરે છે, ત્યારે શ્રુતનો ઉપયોગ મૂકે છે અને ખબર પડે છે પેલો પત્નીના માથામાં જૂ રૂપે ઉત્પન્ન થયો છે આ બોધ થયો. આ બોધ થયો તે જ ઉપયોગરૂપે થયો.
મોહનીય કર્મ જાય એટલે અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણ–દર્શનાવરણઅંતરાય કર્મ સંપૂર્ણ નાશ પામે અને કેવલજ્ઞાન પ્રગટ થાય. આત્માના જ્ઞાનાદિ ગુણોને ઓછા વત્તા અંશે પ્રગટ થવામાં વીર્યંતરાયનો ક્ષયોપશમ બધે જ જરૂરી અને વીતરાગતા–કેવલજ્ઞાન—કેવલદર્શન માટે વીર્યંતરાયનો ક્ષય જ જરૂરી છે. ગુણાનુરાગ અને દૃષ્ટિ રાગ વચ્ચે ભેદરેખા શી ?
ગુણની ગૌણતા કરી, વ્યક્તિને પ્રધાનતા આપો તો દૃષ્ટિરાગ. કોઈપણ વ્યક્તિએ ગુરુને ગુણથી પકડયા બહુમાન આવ્યું તેમનામાં રહેલો ગુણ બીજામાં દેખાય તો તમને આનંદ આવવો જોઈએ. તમારો આનંદ–પ્રેમ સારો તો જ કહેવાય કે તે સર્વત્ર પ્રસરે. ગુણ પ્રત્યેનું બહુમાન તે જ પ્રેમ છે. પ્રેમ એક ઠેકાણે ન રહે તે સર્વત્ર જ પ્રસરે. જ્ઞાતિ-જાતિ વગેરેની દિવાલ પ્રેમમાં ન હોય. મોહ છે તે જ્ઞાતિ—જાતિવગેરે સંબંધને પકડે તેથી તે દિવાલવાળો છે તેથી તમને પણ અટકાવે. વ્યકિતરાગ દષ્ટિરાગમાં પ્રસરી જાય. વિશાળ દષ્ટિમાં અન્યમાં પણ જે જે ગુણ જિનવચન અનુસાર હોય તો તે અંતરમાં અનુમોદનીય બને.
ભાવના ભાવતાં ભાવતાં પ્રશસ્ત કષાય (પ્રભુ પ્રત્યેનો રાગ) પણ ન હોય તો જ કામ થાય. ગૌતમસ્વામીજીને પ્રભુ પ્રત્યે પ્રશસ્ત કષાય ઊભો હતો તેથી કેવલજ્ઞાન નહોતું થતું. તેવી જ રીતે જીરણશેઠે જોરદાર ભાવના ભાવી પરંતુ છદ્દે ગુણઠાણે ન આવ્યા. પ્રશસ્ત કષાયમાંથી બહાર ન નીકળ્યા તેથી ભાવનામાં જ રહ્યાં. જોરદાર પુણ્ય બાંધ્યું તેથી ૧૨મા દેવલોકે ગયા નહિતર કેવલજ્ઞાન પ્રગટ થાત!
નવતત્ત્વ // ૧૨૩