________________
આશક્ત પતંગિયું અગ્નિ ભાળે ને પડે ને પ્રાણ ગુમાવે. પંચેન્દ્રિય મનવાળો, ચપળ, તીવ્ર ગતિવાળો હરણ પણ સંગીતમાં લીન બની શિકારીનો ભોગ બને.
શાન–બોધરૂપ ઉપયોગ કઈ રીતે થાય?
સમ્યગદર્શનથી જ્ઞાનને શુદ્ધ કરવામાં ન આવે તો તે વિરામ ન પામે. સતત અશુધ્ધ જોડે રહ્યાં જ કરે. મન ૨૪ કલાક તત્ત્વ નિર્ણયમાં આત્મસ્વભાવમાં ગરકાવ રહેવું જોઈએ. જેમ ઇલેક્ટ્રીક પાવર હાઉસમાં પાવર વાયર દ્વારા સપ્લાય થાય એટલે બલ્બમાં પ્રકાશ થાય. અહીં બલ્બ, વાયર, સ્વીચ છે પરંતુ પાવર આવતાં જ બલ્બ પ્રકાશિત થયો છે. બલ્બ, વાયર એ સાધન છે. જો પાવર ન હોય તો પ્રકાશ ન થાય. એમ આત્મામાં જ્ઞાનશક્તિ (કેવલજ્ઞાનરૂપી) પાવર હાઉસ પડેલું છે. કર્મના આવરણથી ઢંકાયેલું છે. જેટલા અંશે જ્ઞાનાવરણ–દર્શનાવરણરૂપ આવરણ ખસે તેમ તેમ પાવર પ્રગટ થતો જાય. મન બલ્બ છે. પાંચ ઈદ્રિયોને વાયર તરીકે જોડવી પડે. મારે જાણવું છે એમ મનમાં વિર્યનો પરિણામ ભળે ત્યારે સ્વીચ તરીકે ગણાય. અહીં ઉપયોગરૂપે બોધ થયો તો તે કાર્ય થયું કહેવાય.
પરમાત્માની પ્રતિમા સામે દષ્ટિ કરી. હવે બોધ થયો કે સફેદ રંગની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. જેવી હોય તેવી પ્રતિમા પરમાત્મા સ્વરૂપે છે. તે જ્ઞાનનો પરિણામ પ્રવર્તમાન હોય ત્યારે ઉપયોગ છે. જ્ઞાન દ્વારા વસ્તુનો અંદર બોધ થયો તે જ જ્ઞાનનો ઉપયોગ છે. પ્રતિમા એ પાર્શ્વનાથ ભગવાનની સફેદ રંગની છે તે ઉપયોગ કહેવાય. કારણ કે જ્ઞાનના પરિણામથી તમે પ્રતિમા કહી નહિતર પથ્થર લાગે.
પુદ્ગલને ફકત ગ્રહણ કરવાનું, પરિણાવવાનું અને વિસર્જનનું કાર્ય કરણવીર્યનું છે. પરંતુ જ્ઞાન-દર્શન ઉમેરવાનું કાર્ય લબ્ધિવીર્યનું છે. જ્ઞાન ગુણ સાથે લબ્ધિવીર્ય કરણવીર્યમાં ભળે ત્યારે જ્ઞાન કાર્ય કરે છે.
હાથાવાળી તલવાર છે. ધારદાર છે પણ કાપવાનું કાર્ય ક્યારે કરે? કરણવીર્ય ભળે તો તે તલવારને હાથમાં લે અને વ્યાપાર કરે તો તેનું કાર્ય થાય. તેવી જ રીતે જ્ઞાન આત્મામાં પડેલું છે તેમાં લબ્ધિવીર્ય ભળે તો જ્ઞાન બોધના
નવતત્વ || ૧૨૨