________________
આત્મા દેહમાં છે ત્યાં સુધી ક્રિયા ન છૂટે અને કર્મબંધ પણ ન છૂટે. જ્યાં સુધી પુદ્ગલનો સંયોગ છે ત્યાં સુધી આત્માને કર્મ છે, દુઃખ છે પીડા છે.
યોગે બંધ ઉપયોગે નિર્જરા થાય. જ્યાં સુધી પર સાથે સંબંધ છે ત્યાં સુધી યોગ રહેવાનો છે તેથી બંધ રહેવાનો છે. યોગને છોડવા માટે યોગ વ્યવહાર કરવો પડે. અસતુ વ્યવહારને છોડવા શુભ વ્યવહારને લાવવો જ પડે તેથી ક્રિયાની જરૂર પડે. શુભ વ્યવહાર પણ ક્રિયા જ છે ને?
કરણવીર્યનું કાર્ય પર સાથે વેપારરૂપે છે. આત્મા સાથે સ્થિર થઈ જાય પછી કરણવીર્ય નહીં. ક્રિયામાં શુધ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનો પરિણામ ભળે તો વ્યવહાર ધર્મ શુધ્ધ બને તો જ નિર્જરા થાય. નહિતર ફક્ત અકામનિર્જરા થાય. કરણવીર્ય માત્ર ભળે તો અકામ નિર્જરા થાય.
અનિચ્છાએ કે ઈચ્છાએ કાયાથી સહન કરે પરંતુ આત્માના સ્વભાવસ્વરૂપનો ઉપયોગ ન હોય તો બધી જ ક્રિયા અકામ નિર્જરા કહેવાય. આત્માનો ઉપયોગ હું કોણ છું? કેવો છું? મારામાં કેટલા ખજાના પડેલાં છે? તે બધાને મારે મેળવવા છે. શુભપ્રવૃત્તિથી ફક્ત કર્મબંધ તેમાં અકામ નિર્જરા થાય. આત્મા વ્યવહારમાં રમે પણ ઉપયોગમાં હોય તો –મોહનીય પૂર્ણ નાશ પામે અને આત્મામાં ત્રણ ગુણ પ્રગટ થાય. સમ્યગદર્શન–ચારિત્ર અને તપ.
ચેતનાનો શક્તિરૂપે વ્યાપાર તે ઉપયોગ છે. જ્ઞાનાવરણ–દર્શનાવરણ નાશ પામે તો જ્ઞાનગુણ-ચેતના ગુણ પ્રગટ થાય. ચેતનાનો પર્યાય દર્શન છે તેથી દર્શનને ચેતના કીધી. જ્ઞાન બે સ્વરૂપે છે શક્તિરૂપે અને વ્યાપારરૂપે યોગ એ વિભાવ છે, ઉપયોગ એ સ્વભાવ છે.
ઉપયોગ એ જ્ઞાનનો પરિણામ છે જ્ઞાનની શક્તિ છે. શક્તિ અને શક્તિનું પરિણમન બંને અલગ છે. શક્તિનું પરિણમન તે જ ઉપયોગ. વસ્તુના બોધ માટે જે વેપાર કરાય છે તે વેપારને ઉપયોગ કહેવાય. વેપાર જ્ઞાન-દર્શન ચારિત્રતપને તેના સ્વભાવરૂપે રમવાનું કાર્ય વીર્ય કરે છે. જો વીર્ય જ્ઞાનમાં પરિણમે નહીં તો જ્ઞાન એ કાર્ય ન કરે. આત્મા સતત પરિણામના સ્વભાવવાળો છે. સિધ્ધનો
નવતત્વ || ૧૨૦