________________
થવી દુષ્કર છે.
સત્ત કેળવવાનું એનાથી વધારે દુષ્કર છે. કારણ કે અનુભવવા માટે પકડેલું છોડવું પડે. આત્માનુભૂતિ માટે પરને અનુભવવાનું છોડવું પડે. અજ્ઞાની જીવ કહે છે કે મને અનુભવ થાય પછી છોડું. જ્ઞાની કહે છે કે જે પરને તે અનુભવી રહ્યો છે તેને પહેલા છોડ.
જ્ઞાનીના વચન ઉપર અપૂર્વ શ્રધ્ધા કરી સાહસ કરવું પડે. મરજીવા કિનારે ઊભા ઊભા વિચાર કરે તો તેને રત્નો ન મળે. તેના માટે તેણે સાહસ કરવું જ પડે છે. આ વસ્તુ દુષ્કર એટલા માટે કે દેખાતું નથી. મોહનો ત્યાગ માટે જ સત્ત્વ જોઈએ. અનાદિ કાળથી જે અનુકૂળ સંયોગો મળ્યા છે તેમાં ઈષ્ટતા લાગી છે તેનો ત્યાગ કરવાનો છે પછી જ આત્માનો અનુભવ થશે. જ્ઞાન-દર્શન- ચારિત્ર-ત૫ અને વીર્ય એ આત્માના અનુભવનું સાધન છે. આ પાંચ જ્યારે ભેગા થાય ત્યારે આત્મા પોતે પોતાને અનુભવે. જો તમે પોતાના આત્માને અનુભવવાનો પ્રયત્ન ન કર્યો તો આત્મા બહારના અતત્વનો અનુભવ કરવા જશે. આત્મા પરિણામી છે. તેથી તે પોતાના ગુણની અંદર પરિણામ પામે કાં બહાર પુદ્ગલના ગુણમાં પરિણામ પામે. આત્મા સ્વના ગુણો ન ભોગવે તો તે પરને ભોગવવા જશે જ. પરંતુ તે પરને ભોગવી શકશે નહીં. પણ પોતે ભોગવાઈ જઈ પીડા પામશે.
વર્તમાનની બધી જ વસ્તુ રૂપી છે તેથી અરૂપી આત્મા તેને ભોગવી શકે નહીં. વિરુધ્ધ સ્વભાવવાળા જ્યાં જ્યાં ભેગા થાય ત્યાં ધમાલ થાય તેમાં શું આશ્ચર્ય પુદ્ગલને ભોગવવા માટે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ન ભોગવી શકાય. કૂતરાને જેમ પોતાનું લોહી હાડકામાં જાય, તે હાડકામાં લોહીનો સ્વાદ લાગે. વાસ્તવિક આનંદ ન મેળવી શકે પણ કદર્થના મેળવે.
પર વસ્તુ એ જ દુઃખ અને નિજ વસ્તુ એ જ સુખ છે. નિજ વસ્તુ આત્મામાં છે છતાં બહાર અનુભવવા જઈએ છીએ.
મુમુશએ પ્રથમ કઈ આરાધના કરવાની છે? મુમુક્ષુ =મોક્ષની ઈચ્છાવાળા માટે જ આ ધર્મ છે. અર્થાત્ કર્મકૃત સર્વ
નવતત્વ // ૧૧૮