________________
સંસાર ચાર પ્રકારનો તેમ મોક્ષ પણ ચાર પ્રકારનો
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રકારે સંસાર છે.
પહેલો મોક્ષ મિથ્યાત્વથી મુકિતરૂપ ક્ષાયિક સમ્યગ્ દર્શન, બીજો મોક્ષ અવિરતિથી મુક્તિ વિરતિ, વીતરાગ અવસ્થા ત્રીજો મોક્ષ અજ્ઞાનથી મુક્તિરૂપ કેવલજ્ઞાન, ચોથો મોક્ષ યોગથી મુક્તિરૂપ અયોગી અવસ્થા અર્થાત્ સિધ્ધાવસ્થા.
મોહથી મુક્તિ તે જ વાસ્તવિક મોક્ષ તેથી સમ્યક્ દર્શન આવ્યું માટે મિથ્યાત્વ મોહથી મુક્તિ તે પહેલો મોક્ષ. મોક્ષના બીજા પગથિયા પર ચડવું તે વિરતિ. વિરતિ એટલે ભાવથી સર્વ પર સંયોગોથી મુક્તિરૂપ વીતરાગતા જ્યાં મોહનો કોઈ અંશ નહીં. સમ્યગ્ દર્શનવાળો આત્મા સંસારની બધી જ પ્રવૃત્તિ કરે પણ ભાવથી નિરાળો રહેવા દ્વારા–પરસંગનો અનુબંધ તોડવા વડે વિરતિ દ્વારા તે વીતરાગતા પ્રગટ કરે. તેથી મોહનો સંપૂર્ણ અભાવ એ વીતરાગતા રૂપ બીજો મોક્ષ આવે. મોહનીય સિવાય બાકીના ત્રણ ઘાતિ કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય) નો સર્વથા નાશ થવાથી તેને કેવલજ્ઞાન થાય જ તે ત્રીજો મોક્ષ તે સર્વ કર્મના યોગથી રહિત એવી અયોગી સિધ્ધાવસ્થા પ્રગટે તે. તત્ત્વનો નિર્ણય અતત્ત્વ તરીકે અનાદિકાળથી થયેલો છે તેથી મિથ્યાત્વ ઊભું છે. તેથી ઈષ્ટને મેળવવા માટે ૨૪ કલાક આગ્રહશીલ છીએ. તેથી મન તે મેળવવામાં વ્યગ્ર છે.
સર્વજ્ઞના વચનો સ્વીકારી તત્ત્વનો સ્વીકાર કરી પોતાના આત્મામાં ખોજ કરે તો પોતાના આત્મામાં રહેલા આનંદનો વર્તમાનકાળમાં અનુભવ કરી શકે.
બહારની વસ્તુ જેટલી વધારે મળે તેને સુખરૂપ માની ભોગવે તેટલી મનુષ્યભવની નિષ્ફળતા વધારે. પોતાને મળેલ પુન્યની સામગ્રીથી પોતાના આત્માનો અનુભવ કરવા પ્રયત્ન કરે તો જ મનુષ્યભવ સફળ. સાત્ત્વિક મનુષ્ય જ આ કરી શકે.
આત્માનુભવ દુષ્કર શા માટે ?
સર્વજ્ઞના કહ્યા મુજબ જ્ઞાન થઈ જાય, શ્રધ્ધા થઈ જાય પરંતુ સત્ત્વશાળી જ મોહ સામે લડી શકે. નહિતર જાણકારી એ જાણકારીરૂપે જ રહી જાય. શ્રધ્ધા
નવતત્ત્વ // ૧૧૭