________________
તમે અંશથી શુધ્ધ ધર્મ કર્યો તો અંશથી ફળ મળે. જો ન મળે તો તમે શુધ્ધ ધર્મ નથી કર્યો તે નક્કી થાય અને શુભ ભાવથી ધર્મ કર્યો તો પુણ્ય બંધ થાય તેના ઉદયે બહારના પદાર્થ મળે. તે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ
આત્મા જ્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી એક પણ તપ સમ્યગૂ બનતો નથી તેથી તપનો ફાયદો થતો નથી.
સર્વશની દષ્ટિએ જગતની વસ્તુ જે પ્રમાણે જણાય છે તે પ્રમાણે જગતને જણાવે છે તેનો સ્વીકાર કરવો તે જૈન દર્શન, તેનો અસ્વીકાર તે મિથ્યાત્વ છે.
સર્વજ્ઞને જ પૂર્ણજ્ઞાન હોય. સર્વજ્ઞ ભગવતે જીવરાશિનું જે જ્ઞાન જે પ્રમાણે ફરમાવ્યું છે તે કોઈપણ દર્શનમાં ન હોય. માટે સુદેવ-સુગુરુ-સુધર્મને માનવું તે સમક્તિ અને ન માનવું તે મિથ્યાત્વ આ સાદી વ્યાખ્યા છે. જ્ઞાની ભગવતે પહેલા ' મિચ્છ પરિહરહ' કહ્યું છે પછી જ સમક્તિ આવે. સમક્તિ ન આવે ત્યાં સુધી પૌષધ કરવા છતાં ફળ ન મળે. પ્રભુએ તત્ત્વનો જે પરિચય કરવાનો કહ્યો તે આપણે અત્યાર સુધી ન કર્યો તેથી પરમાત્માની વાત આપણને ગમી નથી તે નક્કી થાય છે.
સુદેવ-સુગુરુ-સુધર્મનો, અર્થ અને કામમાં ઉપયોગ કરો તો લોકોત્તર મિથ્યાત્વ ગણાય. શંખેશ્વર પાર્શ્વ પ્રભુની માનતા ન મનાય.
સમાધિની વાત મૂકી છે. સમાધિ માટે જીવ જે કાંઈ કરે તે આત્મા માટે થાય. જે આત્મા પરિસ્થિતિ સામે ટકી શકતો ન હોય અને સમાધિ માટે બાધા કરે તો જુદી વસ્તુ છે. સુખ માટે, દુઃખ કાઢવા બાધા નથી લેવાની કે નથી રાખવાની. દવા રોગ શમે એટલી જ લો ને? અપવાદની જરૂર હોય ત્યાં સુધી જ અપવાદ સેવે પછી પાછો તે રાજમાર્ગે જ આવી જાય.
અત્યારે સદ્દગુરુ ભગવંતો પાસે જતા નથી તેથી સમાધિ પ્રાપ્ત થતી નથી. જેની પાસે ધર્મ છે તેની પાછળ દેવો તેની સેવા કરવા જશે. નરકમાં ભયંકર દુઃખ છે ત્યાં પણ સમ્યગુદર્શન હોય તો પરમ સમાધિ અનુભવે છે.
નવતત્ત્વ // ૧૧૬