________________
અવસ્થા છોડવાના લક્ષવાળો.
પોતાના આત્મામાં પોતાના અરૂપી સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. સ્વરૂપને જાણવા તૈયાર હોય પરંતુ સ્વરૂપનો નિર્ણય કરવાનો ભારી છે. રૂપ અને આકારમય બનેલાને કારણે અરૂપીને ધારણ કરવું અઘરું. અરૂપીને જીવ પકડે તો મોહ ટકી ન શકે તેથી મોહરાજાને ગભરામણ થાય છે તેથી આ નિર્ણય ન થવા દે.
દાંડો પડિલેહણ કરતા હોય, કાજો કાઢતો હોય કે ગોચરી લાવતો હોય તો પણ આત્માનો અનુભવ કરી શકે. જેને તત્ત્વનો નિર્ણય અને રુચિ હોય તે પોતાનામાં રમી શકે. મોદક પરઠવતા, ઓદન વાપરતા, દાંડો પડિલેહણ કરતા કેવલજ્ઞાન થયાના દાખલા છે.
જ્યાં સુધી જીવને સ્વ–પરનો સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે નિર્ણય ન થાય ત્યાં સુધી આત્માને પોતે સ્વની અંદર જ રુચિનો પરિણામ નહીં થાય અને પરમાં સહજ જશે. પરમાં ઉદાસીનતાનો પરિણામ કરવાનો છે પણ વર્તમાનમાં સ્વમાં ઉદાસીનતા અને પરમાં રમણતા આવે છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય રહેશે ત્યાં સુધી આત્મા પરમાં રુચિ કરશે.
મોક્ષમાર્ગમાં ક્રિયાનું સ્વરૂપ
અજીવની સાથે અનાદિથી અભેદરૂપે છીએ હવે. અજીવમાં ભેદ રૂપે રહેવાનું છે. હું જીવ–અજીવના સંયોગવાળો છું, અભેદભાવે થઈ ગયો છું. હવે તેનો ભેદ કેમ કરવો ? પહેલા જ્ઞાનના ઉપયોગ પર્યાયથી અને પછી વીર્ય પર્યાયથી એટલે જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । જ્ઞાન અને ક્રિયા બંનેનો યોગ ૧૩મા ગુણઠાણા સુધી રહેશે. શરીર જશે ત્યારે જ ક્રિયા જશે. ધર્મના વ્યવહારને કરવો તે ક્રિયા માની લીધી પરંતુ તે પૂર્ણ વાત નથી. જ્યાં સુધી ધર્મની પરિપૂર્ણતા ન થાય ત્યાં સુધી ક્રિયા રહેવાની છે.
આત્મવીર્ય પુદ્ગલ સાથે જોડાયેલું હોય ત્યારે ક્રિયા કહેવાય. આને કરણવીર્ય કહેવાય પછી મનોવર્ગણા કે વચન વર્ગણા કે કાયવર્ગણા હોય તેની સાથે જયારે વીર્ય જોડાય ત્યારે તે જ ક્રિયાયોગ કહેવાય.
નવતત્ત્વ // ૧૧૯