________________
નિર્ણય તત્ત્વરૂપે થયેલો છે તેથી સમ્યગૂ દર્શન પ્રાપ્ત થતું નથી. મિત્તમમિત્તમ્ | આત્મા પોતાના આત્માનો મિત્ર બનવો જોઈએ પરંતુ અજ્ઞાનતાના કારણે દુશમન બને છે. સર્વજ્ઞની દષ્ટિથી જ્યાં સુધી આત્માને જાણીશું નહીં ત્યાં સુધી આપણે આપણા આત્માના મિત્ર બનીશું નહીં. જે આત્મા પોતાનો મિત્ર બન્યો તેના માટે જગત ઉપકારી બનશે. જ્યાં સુધી વીતરાગ ન બને ત્યાં સુધી તેને જગત પાસે અપેક્ષા રહેશે એટલે જગત તેને સહાયક બને તેવી અપેક્ષા રહેશે. સંસાર છોડાવવામાં મોક્ષનો અભિલાષ કરવો એટલે સંયોગોથી છુટવાનો અભિલાષ. સિધ્ધાવસ્થા પ્રાપ્ત કરવા બધા સંયોગો છોડવાના છે.
સમ્યગદષ્ટિ સૌથી વધારે દુઃખી શા માટે?
મિથ્યાદષ્ટિની બે અવસ્થા–ભાન અને બેભાન ભાન અવસ્થામાં સુખનો અનુભવ થાય છે એ જ અવસ્થામાં સમ્યગુદષ્ટિ આત્મા ભયંકર પીડા અનુભવતો હોય છે. જેવી રીતે દર્દીને ઓપરેશન વખતે ઘેનની અસરના કારણે પીડાનું ભાન ન હોય તેમ મિથ્યાત્વીને પણ સંયોગજન્ય પીડાનું ભાન નથી પછી હોંશમાં આવેભાન અવસ્થા આવે ત્યારે પીડાનું ભાન થાય તેવી જ રીતે જીવનેમિથ્યાત્વના કારણે સંયોગની પીડાનું ભાન નથી પણ સમ્યગુદર્શન થતાં બેભાન અવસ્થા જાય ત્યારે પીડાનું ભાન થાય. માટે જ સમ્યગદષ્ટિ સૌથી વધારે દુઃખી છે.
હાલ સુધી હું દેહમાં રહેવા માગતો હતો અને તેમાં સુખ છે તેવી મિથ્યામતિ જોરદાર હતી પણ હવે ભાન આવ્યું કે આત્મા જે કાંઈ પીડા અનુભવે છે તે દેહ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. કાયાવાળા જીવ કર્મ ભોગવનારા હોય છે. સર્વજ્ઞએ મોક્ષમાર્ગ બતાવ્યો છે તેમાં સંસારરૂપી કાયામાંથી છૂટવા જણાવ્યું છે. મારો આત્મા અને મારા આત્મામાં રહેલા જે ગુણો છે તે સિવાયના બધા સંયોગો પીડા કરનારા છે માટે હેય છે. માટે બધા જ સંયોગોમાંથી છૂટા થવું જોઈએ. આવા નિર્ણય પર આવીએ ત્યારે આત્મામાં સમ્યગુદર્શન ગુણની પ્રક્રિયા ચાલુ થઈ છે એવો નિશ્ચય થાય. છોડવાની રુચિ ન થાય તો હજુ મિથ્યાપણું છે તેમ જણાય.
જ્ઞાન શુધ્ધ ન બને તો સમ્યગ્દર્શન થાય જ નહીં. અભવ્યને જ્ઞાન હોવા છતાં શુધ્ધ જ્ઞાન નથી તેથી સમ્યગુ દર્શન નથી.
નવતત્વ || ૧૧૪