________________
પ્રભુને શેની પ્રાર્થના કરવાની ?
પ્રભુને જોઈને પ્રાર્થના કરવાની કે મારા આત્મામાં રહેલા ખજાનાને હું જોઈ શકું. પ્રભુ તું સમકિતનું દાન આપ એટલે મારા પાંચ ખજાનાની ચાવી મારા હાથમાં આવી જાય. કેવલજ્ઞાનને ખોલવાની ચાવી હાથમાં આવી જાય પછી મારા જીવનમાં કોઈ દીનતા નહીં.
જો જ્ઞાનમાં મોહનો પરિણામ ન ભળે તો તે 'સ્વ'માં ભળે. આત્માએ આત્માનું હિત કરવા માટે આત્માને સ્વમાં સ્થિર કરવો જોઈએ. પર સંયોગથી જે જે મોહનો પ્રભાવ જ્ઞાનની અંદર પ્રગટ થયેલો છે. તેથી આત્મામાં કંઈક ગરબડ થાય. પ્રતિકૂળતા થાય એટલે આત્મામાં અશાંતિ પ્રગટ થાય. જ્યાં સુધી આત્માને 'પર' વસ્તુ 'પર' છે એવી પ્રતીતિ થાય નહીં ત્યાં સુધી તેને સતત પીડા મળતી રહે છે. અનાદિકાળથી સંયોગ આત્માને વળગેલા છે તેમાંથી મુકત થવાનો સદા માટે અપૂર્વ પુરુષાર્થ કરવાનો છે. તેવો પુરુષાર્થ જીવ માત્ર મનુષ્યભવમાં જ કરી શકે છે. તિર્યંચ ભવમાં મર્યાદા છે. તિર્યંચનો જીવ પુરુષાર્થથી દેશવિરતિના પરિણામ સુધી પહોંચી શકે. ફકત મનુષ્યભવમાં જ પુરુષાર્થ દ્વારા સર્વવિરતિ સુધી પહોંચી શકાય છે.
સમ્યગ્દર્શનથી સ્વ અને પરની સમજ આવે છે. આની પ્રતીતિ ભેદજ્ઞાનથી આત્માને થાય છે. મિથ્યાદષ્ટિને પણ આવું જ્ઞાન થઈ શકે. પણ પરથી સ્વનો ભેદ કરવાની રુચિનો પરિણામ ન થાય. હવે માત્ર સ્વની જ રુચિ. મારા આત્મા સિવાયના પર સર્વ સંયોગો મારા આત્માને પીડા આપનારા છે જેથી તેવા સંયોગોમાં મારે રહેવું જોઈએ નહીં તેવી પ્રતીતિ થવી જોઈએ. આવી રુચિ પૂર્વકની સમ્યગ્દષ્ટિએ કરેલી એક નવકારશી પણ કેવલજ્ઞાન આપી શકે છે.
આત્મા પોતાનો મિત્ર કયારે ?
આત્માના જ્ઞાન ગુણની ઉપયોગની સ્થિરતા કરવાની છે આ માટે આત્માના સ્વરૂપમાં નિર્ણય કરવાનો છે. એ નિર્ણય થયા પછી જ જીવ પુરુષાર્થવાળો બનશે. પરંતુ અનાદિકાળથી ઊંધી સમજ હોવાના કારણે અતત્ત્વનો
નવતત્ત્વ // ૧૧૩