________________
' વ્યવહાર શા માટે?
આત્માનો પહેલો સ્વભાવ જ્ઞાન છે તે પ્રગટ કરવા માટે આત્માને કોઈ ઈદ્રિય કે બહારના વ્યવહારની જરૂર ન પડે. તેને કોઈ સાધન-સામગ્રીની જરૂર નહીં. પરંતુ અત્યારે આત્મા કર્મથી આવરાયેલો છે તેથી કેવલજ્ઞાન ઢંકાઈ ગયું છે તે ઉઘાડવા માટે સાધન-સામગ્રીની જરૂર પડે. તેથી જ્ઞાની ભગવતે વ્યવહાર બતાવ્યો છે. જેમ કાંટાથી કાંટો નીકળે છે તેમ કર્મના વ્યવહારને દૂર કરવા માટે વ્યવહાર કરવો પડે. વ્યવહાર જ્ઞાન મેળવવું પડે માત્ર ધ્યાન ધરવાથી કર્મ દૂર ન થાય.
વ્યવહાર હંમેશા નિશ્ચયના લક્ષથી કરવાનો છે. નહિતર વ્યવહાર એ સર્વજ્ઞનો વ્યવહાર ન બને, ભવભ્રમણનું કારણ બને. જો આ મુજબ લક્ષ્ય રાખી આરાધના કરવામાં આવે તો ધર્મનું ફળ ધર્મ જ મળે. આત્માના પાંચ ગુણને પ્રગટાવવા આચાર પણ પાંચ બતાવ્યા છે. કાલે વિણએ–બહુમાણે વગેરે જ્ઞાનના આઠ આચાર આત્મામાં રહેલા અનંતજ્ઞાનને પ્રગટાવવા માટે જ છે. આનિશ્ચયનો ઉપયોગ ન હોય તો જો લોકો વાહ-વાહ કરતા હોય તો અહંકાર આવતા વાર ન લાગે. તેથી જ વિચારવાનું કે આ તો સાધનનો વ્યવહાર કરું છું પણ લક્ષ કેવલજ્ઞાન (અનંત જ્ઞાન) પ્રગટાવવાનું છે. તો અહંકાર ન આવે. મોહરાજા મને કેવા ઘેરી રહ્યાં છે તે વાત સમજાઈ જાય તો મોહને આધીન ન થાય અને અપૂર્વનિર્જરા થઈ શકે.
પોતાના પ્રભુના (પ્રિયતમના) દર્શન સાચી રીતે અંદરથી થવા જોઈએ. ત્યારથી જ મોક્ષ માર્ગના અધિકારી થવાય. ચેતના શુદ્ધ આતમકો ધ્યાવો, પર પચ્ચે ધામધૂમ, સદાઈ નિજ પર સુખ પાવો.'
પોતાના શુધ્ધ આત્માનું ધ્યાન ધરી અશુધ્ધતા દૂર કરવાની છે. પર'માંથી 'સ્વ'નું લક્ષ લાવવા વિશિષ્ટ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે.
નમો અરિહંત + આણું = પરમાત્માની આજ્ઞાને નમસ્કાર કરે, જિનાજ્ઞા સ્વીકારે તેની રક્ષા થાય. (૧) પરમાત્માની પહેલી આજ્ઞા છે કે હું તને જોય રૂપે જાણ.'
નવતત્વ // ૧૧૧