________________
છે. તે જુઓ, એ ગમી જાય તો બહારના ભંડારમાં જરા પણ રસ ન પડે. આ પાંચ ખજાના ચામડાની આંખે ન જોઈ શકાય પરંતુ પ્રવચનરૂપી અંજનથી દેખાય. અંદરના ભંડારને નિશ્ચયથી જોઈ શકાય, પરંતુ તેના માટે વ્યવહાર બરાબર જોઈએ. બંને ભિન્ન હોવા છતાં પરસ્પર પૂરક છે.
વ્યવહાર જ્ઞાન (અક્ષર, સૂત્ર, આગમ વગરે શ્રુતજ્ઞાન)નું કાર્ય આત્મામાં રહેલા નિશ્ચય જ્ઞાનને પ્રગટ કરે તો જ સફળ થાય.
એક ગુણ પ્રગટ થાય એટલે બીજો ગુણ અનુભવાય. શુધ્ધ જ્ઞાન થાય એટલે સમ્યગુદર્શન અનુભવાશે અને સમ્યગ્ગદર્શન આવે એટલે સમ્યફચારિત્ર આવે છે. આ રીતે એક ગુણ બીજા ગુણને પ્રગટ કરે તે જ સાચું જ્ઞાન કહેવાય.
કોઈપણ જ્ઞાન ચોપડામાં હોય ત્યાં સુધી નકામું, પણ આત્મામાં જવું જોઈએ. તમે સી.એ.ની પરીક્ષા આપી ત્યારે ચોપડાનું જ્ઞાન આત્મામાં ગયું ખરું પરંતુ તેનાથી તમે મોક્ષ તરફ ન ગયા, પરંતુ મિથ્યા તરફ ગયા. શ્રાવક છે તેથી પૈસાનું લક્ષ ખરું પણ તેને હેય ગણે, મુખ્યલક્ષ આત્માનું હોય તો તેમિથ્યાદષ્ટિનકહેવાય.
સમ્યગ્ગદર્શન આવે એટલે પોતાના આત્માને સંસાર તરફ જતો અટકાવે, સંસાર ગમે નહીં તે નક્કી. જ્ઞાન આનંદ આપવાના બદલે બહાર જાય તો પીડા આપે. જ્ઞાનમાં મોહ ભળે એટલે પીડા મળે. મારે મારા આત્માને શુધ્ધ બનાવવો છે એ પરિણામ હોય તો જ જ્ઞાનનો ઉપયોગ છે એમ કહેવાય.
સર્વજ્ઞએ જે વ્યવહાર બતાવ્યો તે પકડી સંસારનો વ્યવહાર છોડી દેવાનો. પ્રભુ કેવલી થઈ ગયા પછી પણ જિનવાણી = દેશના આપવાનો વ્યવહાર તીર્થકર નામકર્મખપાવવા માટે કરે જ્યાં સુધી કર્મનો ઉદય હોય ત્યાં સુધી વ્યવહાર કરવો પડે.
આત્મામાં જ્ઞાનાદિ પાંચ અમૃતના કુંડો છે. તે બતાવવાનું કામ સદ્ગુરુઓ જ કરી શકે. તેમણે બતાવેલા માર્ગમાં સાધક શ્રધ્ધાપૂર્વક ઉતરે તો અમૃત પાન થાય.
દેવલોકમાં સમ્યગુરુ ન મળી શકે. અહીં મનુષ્યભવમાં જ મળે. કદાચ દેવો અહીં આવે સાંભળે પરંતુ પોતાના સુખને તે છોડી ન શકે. પોતાના મૂળ સ્વરૂપે પણ ન આવે.
નવતત્વ || ૧૧૦