________________
બતાવ્યાં છે. તેથી કોઈપણ આરાધનાનું લક્ષ્ય આ પાંચ આત્માના ગુણોને પ્રગટાવવાનું હોવું જોઈએ નહિતર ધર્મ (આટલા સામાયિકાદિની ગણતરી) કરીને પણ નુકશાન થાય.
શ્રુતજ્ઞાનમાં આગમને ભગવાન માનવાના છે. આગમ ભગવાન છે પરંતુ વ્યવહારથી છે. આગમને નિમિત્ત બનાવી આત્મા ભગવાન બની શકે છે. તેથી
મવિનો શ્રુતજ્ઞાનરૂપી આગમને ભગવાન કહ્યાં.
પ્રતિમા પણ આરસ-પત્થરની છે. તેનું નિમિત્ત લઈને આત્મામાં રહેલા ભગવાનને પ્રગટ કરવાના છે. પ્રભુના દર્શન કરતાં કરતાં આત્માના દર્શન કરવાના છે.
જ્ઞાનથી સમ્યગદર્શન આવે પછી વિરતિ આવે. ચારિત્રની શરૂઆત દેશવિરતિથી એટલે કે પાંચમા ગુણઠાણાથી અને ૧રમાં ગુણઠાણે ક્ષાયિક = પરિપૂર્ણ ચારિત્ર-૧૩માં ગુણઠાણે સંપૂર્ણજ્ઞાન-કેવલજ્ઞાન–૧૪માં ગુણઠાણે સિધ્ધ થવાની પ્રક્રિયા અર્થાત્ સંપૂર્ણપણે પરસંગરહિત આત્માની શુધ્ધ અવસ્થા થવાની પ્રક્રિયા.
જ્યારે જ્ઞાનની શુદ્ધિ થાય ત્યારે ઉપયોગની શુધ્ધિ થાય. જો જ્ઞાનની શુધ્ધિ થયેલ હોય તો હું આત્મા છું, શેયનો જ્ઞાતા છું, વર્તમાનમાં અજીવમય બનેલો છું.' આવી ઓળખાણ અપાય. હું સ્ત્રી છું, પુરુષ છું– એ ઓળખાણ ખોટી છે. અનાદિ કાળથી આપણે મિથ્યાત્વના કારણે શેયને જાણી શક્યા નથી. તેથી શેયને જાણવા માટે સર્વજ્ઞની દષ્ટિ પકડવાની છે. સર્વ જીવ સત્તાએ સિધ્ધ છે તેથી સિધ્ધની આશાતના કરતાં મન દુભાય તેવી રીતે કોઈ પણ જીવની અશાતના કરતાં મન દુભાય તો જ સર્વજ્ઞની દષ્ટિ આપણે પકડેલી કહેવાય. સર્વજ્ઞની દષ્ટિ જેણે પકડી તેનું કાર્ય જરાવારમાં થઈ ગયું. દા.ત. અઈમુત્તા મુનિ એ અપકાયના જીવોની વિરાધના કરી, સિધ્ધના જીવોની વિરાધના જેવી લાગી, પશ્ચાત્તાપ થયો. જીવ ઉપાદેય છે. હણવા યોગ્ય નથી એવી ભગવાનની આજ્ઞા છે તથા સર્વ જીવો મૈત્રીને યોગ્ય છે. વગેરે વિચારણા કરતા કેવલજ્ઞાન થયું
નવતત્ત્વ // ૧૦૮