________________
().
કષાયની મંદતા થવાથી શુભભાવ પણ આવે પણ મિથ્યાત્વની હાજરીના કારણે શુભભાવમાં પુણ્ય બંધાય પણ અનુબંધ અશુભ પડે. અશુદ્ધોપયોગ : જ્યારે જ્ઞાનપરિણામમાં મિથ્યાત્વ અને અપ્રશસ્ત કષાયની તીવ્રતા ભળે ત્યારે ઉપયોગ અશુધ્ધ થાય. નિર્દોષ પ્રાણીઓનો
શિકાર કરવાનો ભાવ. (૪) શધ્ધપયોગ જ્ઞાન પરિણામ સાથે મિથ્યાત્વ-કષાયનો પરિણામ જેટલા
અંશે ભળે નહીં અથવા ઓછા થાય તેટલા અંશે ઉપયોગ શુધ્ધ બને. તેટલા અંશે નિર્જરા થાય.
શુધ્ધોપયોગની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય અને સંપૂર્ણ ઉપયોગની શુધ્ધિ ૧૨માં ગુણસ્થાનકે થાય ત્યાં સંપૂર્ણ કષાયનો અભાવ હોય તેથી જ સંપૂર્ણ ઘાતી કર્મોનો એકી સાથે સંપૂર્ણ ક્ષય થવા વડે કેવલજ્ઞાન પ્રગટ થાય અને પછી ૧૩માં ગુણસ્થાનકથી સદા માટે ઉપયોગની શુધ્ધિ આત્મામાં રહે.
ઉપયોગ એ જ આત્માનો મુખ્ય ધર્મ છે. શુધ્ધ ઉપયોગે નિર્જરા અને યોગે બંધ. યોગ વ્યવહાર સ્વરૂપ છે અને ઉપયોગ એ નિશ્ચય સ્વરૂપ છે. 1 ઉપયોગની વિશેષ વિચારણા
ઉપયોગમાં રહેવું એટલે શું? જે વસ્તુનો બોધ થયો હોય તેમાં રહેવું તે જ્ઞાનનો ઉપયોગ.
ભગવાનના દર્શન કરતી વખતે ભગવાનના દર્શનમાં ઉપયોગ હોવો જોઈએ. કોણ આવ્યું અને કોણ ગયું તે જોવાથી ઉપયોગ ન રહે.
પ્રતિક્રમણ કરતી વખતે સૂત્રના અર્થનો ઉપયોગ મૂકવો જોઈએ. બીજા શું કરે છે તેનો વિચાર ન કરવો જોઈએ.
ઉપયોગ એ જ આત્માનો મુખ્ય ધર્મ છે. યોગ એ વ્યવહાર સ્વરૂપ છે. ઉપયોગ એ નિશ્ચય સ્વરૂપ છે. નિશ્ચયપૂર્વકનો જ વ્યવહાર કર્મ નિર્જરાનું કારણ બને છે. જીવત્વચૈતન્ય શક્તિનું કાર્ય છે. આત્માને જ્ઞાન (ભાવપ્રાણ) થી જીવાડે છે.
નવતત્ત્વ || ૧૦