________________
તેમાં નથી પણ બીજાની પ્રભુ સંબંધી–આંગીની રચના સંબંધીમાં ચાલી રહ્યો છે, પણ સામે રહેલી પ્રતિમાની મુદ્રાની પ્રસન્નતામાં નથી. અર્થાત્ ઉપયોગ બીજે છે, દષ્ટિ બીજે છે. તે જ પ્રમાણે અવધિ કે મન:પર્યવજ્ઞાન વ્યકિતમાં પ્રગટ થયું હોય તો તે જ્ઞાનનો ઉપયોગ મૂકે તો જ તેનું જ્ઞાન થાય. જેમ કે– ગૌતમ સ્વામીને જ્યારે આનંદ શ્રાવકે પ્રશ્ન કર્યો કે "શ્રાવકને આટલા પ્રમાણમાં અવધિજ્ઞાન થાય કે નહીં? તે વખતે શ્રુતનો વિશેષ ઉપયોગ ન મૂકતાં તરત ઉત્તર આપી દીધો. 'આટલું અવધિજ્ઞાન ન થાય.' ત્યારે પ્રભુએ કહ્યું કે 'તમે તેનું પ્રતિક્રમણ કરો.' તે જ પ્રમાણે જ્યારે દેવશર્મા બ્રાહ્મણ પ્રતિબોધ ન પામતાં ગૌતમ સ્વામી નીચે ઉતર્યા-પત્નીના રડવાનો અવાજ સાંભળી અનુમાન કર્યું. દેવશર્મા મૃત્યુ પામી કયાં ગયા હશે? તે જાણવા શ્રુતનો વિશિષ્ટ ઉપયોગ મૂક્યો તો જ્ઞાનમાં તેનો માથાની જૂ તરીકેનો ભવ જોયો. ઉપયોગ માત્ર જ્ઞાન–ચેતના શક્તિના વ્યાપારરૂપ છે. માટે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ જ્ઞાન પરિણામ સાથે વીર્ય પરિણામ ભળે ત્યારે તે જ્ઞાન પરિણામમાં ઉપયોગરૂપ થાય. છઘ0ોને ઉપયોગ મૂકવો પડે કેવલીને ઉપયોગ મૂકવો પડે નહીં. 2 ઉપયોગ ચાર પ્રકારે - શુભ, અશુભ, અશુધ્ધ અને શુધ્ધ ઉપયોગ.
અશુભોપયોગ – જ્યારે આત્માના જ્ઞાન પરિણામની સાથે અપ્રશસ્ત કષાય ભળે ત્યારે જ્ઞાનપરિણામ અશુભ ઉપયોગરૂપે થાય. આત્મા સ્વને છોડીને નિરંતર પરની અંદર રહેલો હોય. પરને પોતાનાથી અધિક માને. શુભોપયોગઃ જ્યારે જ્ઞાન પરિણામની સાથે પ્રશસ્ત કષાય ભળે ત્યારે શુભોપયોગરૂપે ગણાય. સમ્યકત્વ સાથે હોય ત્યારે પ્રશસ્ત શુભોપયોગ બને અને સમ્યકત્વ વિના પણ મિથ્યાત્વની હાજરીમાં પણ શુભભાવ, દયા, પરોપકારાદિ ભાવ પ્રગટ થાય પણ તે પ્રશસ્ત શુભોપયોગ ન કહેવાય.
નવતત્ત્વ // ૧૦૫