________________
ચોથે સ્થિર થાય. છેવટે પ્રથમ ગુણસ્થાનકે પણ આવી શકે. ૧૨મા ગુણસ્થાનકે ક્ષાયિક વીતરાગતા આવે. હવે પડવાનો ભય નહીં. ૧૨મા—૧૩મા ગુણસ્થાનકે શરીર બળે તો પણ અંદર કાંઈ થાય નહીં. રાગ જતો રહ્યો તેથી મોહ જતો રહ્યો છે. મમતા ગઈ એટલે સત્ત્વ અને સમતા પ્રગટ થાય. પૂર્ણ મોહ ગયા પછી જ કેવલજ્ઞાન પ્રગટ થશે એટલે ત્રીજો મોક્ષ થશે.
ક્ષયોપશમ રૂપ વીતરાગભાવની આંશિક શરૂઆત પાંચમા દેશવરતિ ગુણઠાણાથી થાય. વિરતિ = વીતરાગતાના અંશને વર્તમાનમાં ભોગવવું તે. છઠ્ઠા ગુણઠાણે સર્વ વિરતિ = વીતરાગતાનો અંશ વધારે આવે.
છઠ્ઠ પ્રમાદ (– પ્રમત્તભાવ) છે. કરવા જેવું લાગે છે પણ પૂર્ણ કરી શકતો નથી. દા.ત. સાધુએ ઓછામાં ઓછું એકાસણું કરવું જોઈએ પરંતુ ભાવોલ્લાસ ન થયો તો બિયાસણું કરે પરંતુ પ્રભુની આજ્ઞા મુજબ એકાસણું કરી શકતો નથી તેવો ભાવ ન હોય તો તે છટ્ટે ગુણઠાણે નહીં અને ચોથે પણ નહીં. જે છે તેનો સ્વીકાર નથી તેથી છઠ્ઠ સ્થિર ન થાય તો નીચે જ ઉતરે. અંતર્મુહૂર્તના જ કાળમાં છકે સાતમે રમ્યા કરે. જો સ્થિર પરિણામ અંતર્મુહૂર્તથી વધારે રહે તો તે શ્રેણિ જ માંડે. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકે ૭મા ગુણસ્થાનકના સ્થિર પરિણામ વધારે રહેતા નથી.
ત્રણ બળ – મનોબળ, વચનબળ અને કાયબળ.
જો મોહથી દૂર થઈ તપમાં આત્મવીર્યને ફોરવે તો ત્રણ ભુવનમાં મનોબલી, વચનબલી, અને કાયબલી બને. વચનબલી એવા બને કે ૧૪ પૂર્વના જ્ઞાનનું પરાવર્તન કરી જાય તો પણ થાકે નહીં. કાયબલી એવા બને કે જરૂર પડે તો ત્રણ ભુવનને ઊંધુ વાળી શકે તેવી શક્તિ ધરાવે.
વીર પ્રભુનો અંગૂઠો મેરુ પર્વતને અડ્યો ને મેરુ હલબલી ગયો તેનું આપણને આશ્ચર્ય થાય. તે વાત ખરેખર વાસ્તવિક છે તેની પ્રતીતિ અહીં થાય જ.
જ્ઞાન જેમ અરૂપી છે તેમ વીર્ય પણ અરૂપી છે માટે તે આત્માની સાથે જોડાય એમાં શું આશ્ચર્ય છે ? આપણે આત્મવીર્યને પરની સાથે જોડી આત્મવીર્યને નબળું પાડીએ છીએ. તેથી આત્માને પરનો સંગ છોડવાની વાત
નવતત્ત્વ || ૧૦૩