________________
સર્વજ્ઞ ભગવંતોએ કહી છે. સંગ છોડવો એટલે આત્મા સિવાયના તમામ સંબંધો છોડવાના છે. જ્ઞાનમાં નિર્મળતા આવે એટલે ગંભીરતા આવે, ગંભીર માણસ પરમાં ન જાય.
સંયમમાં વિર્ય ફોરવો તો પંડિત વીર્ય અને મોહની વૃધ્ધિ કરવા વીર્ય ફોરવો તો બાલવીર્ય કહેવાય.
ચોથે ગુણઠાણે પંડિતવીર્યની ભાવના હોય, પાંચમે દેશથી મિશ્રપંડિત વીર્ય અને છટ્ટે–સાતમે પંડિતવીર્ય કહેવાય.
નરકના જીવોને પરમાધામી રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાખે, ચણાની જેમ ભૂંજી નાખે, કડાઈમાં તળી નાખે છતાં તેમનો આત્મા મરે નહીં તેનું કારણ ભાવવીર્ય છે. તિર્યંચના ભાવમાં પણ ભયંકર દુઃખ સહન ભાવવીર્યના કારણે કરે. મનુષ્ય ચારિત્રનો સ્વીકાર કરી ઉપસર્ગ સહન ભાવવીર્યના કારણે કરી શકે. a ઉપયોગ જીવનું મુખ્ય લક્ષણ
"અતિ સ્થિરતા ઉપયોગ કી, શુદ્ધ સ્વરૂપ કે માંહી, કરતાં ભવદુઃખ સવિ ટળે, નિર્મલતા હે તાહી.'
(યોગીન્દ્રદેવ કૃત અનુભવમાળા) ઉપયોગ એ જ્ઞાનચેતનાનો પરિણામ છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશેષ બોધશક્તિરૂપ જ્ઞાન પરિણામ અને સામાન્ય પરિણામરૂપ દર્શન પરિણામ આત્મપ્રદેશોમાં પ્રગટ થાય. પણ છદ્મસ્થ જીવોને ઈદ્રિય (દ્રવ્યપ્રાણ)ની સહાય વિના, તેનો વ્યાપાર કર્યા વિના મતિ કે શ્રુતરૂપે બોધરૂપે ન થાય. અર્થાત્ વસ્તુ (પદાર્થ)ને શેયરૂપે છે તેને જાણવાનું–જોવાનું કાર્યરૂપે ઈદ્રિયની સહાયથી થાય. ઈદ્રિયો દ્વારા આત્મામાં પ્રગટેલો બોધરૂપ જ્ઞાનનો વ્યાપાર તે ઉપયોગ થયો કહેવાય. દા.ત. પ્રતિમા સામે દષ્ટિ છે પણ તે વખતે દેરાસરમાં બીજા કોઈ પ્રતિમાની અંગરચના કરી રહ્યાં છે, તેની વિચારણામાં ચિત્ત વ્યગ્ર છે. તો ઉપયોગ આંખ દ્વારા વર્તમાનમાં જે પ્રતિમાને જોઈ રહ્યાં છીએ
નવતત્વ // ૧૦૪