________________
શ્રધ્ધા = સમ્યમ્ દર્શનનું કાર્ય પ્રતીતિ કરાવવાનું, ચારિત્રનું કાર્ય પર સ્વભાવમાં પ્રવેશતા અટકાવવા રૂપ અને સ્વ સ્વભાવમય થવારૂપ છે. a જાનાદિ પાંચે ગુણોમાં વીર્યની પ્રધાનતા છે.
વીર્યનું કાર્ય ગુણો અને સ્વરૂપની સ્થિરતા કરી સ્વાત્મ પ્રદેશોમાં સ્થિર થવા રૂપ. શ્રુત જ્ઞાનાભ્યાસથી પ્રાપ્ત શ્રુતનું સમ્યક પરિણમન તે જ્ઞાનગુણ, વ્યવહાર ચારિત્રની આચરણાથી કષાયરહિત નિશ્ચય ચારિત્રની પરિણતિ રૂપ ચારિત્રગુણ છે. બાહ્યતપની આચરણાથી આત્મભાવમાં ગુપ્ત થવું, તૃપ્ત થવું તે તપગુણ છે. મનમાં રહેલી ઈચ્છા વીતરાગતારૂપે તૃપ્તિને પામે છે અને સંકલ્પ વિકલ્પો ( વિચારો) કેવલજ્ઞાન રૂપ પૂર્ણતાને પામે છે.
જીવત્વ ચૈતન્યશક્તિનું કાર્ય છે. આત્માને જ્ઞાન (ભાવપ્રાણ)થી જીવાડે છે. શ્રધ્ધાનું (સમ્ય દર્શનનું) કાર્ય પ્રતીતિ કરવાનું છે. ચારિત્રનું કાર્ય પરસ્વભાવમાં પ્રવેશતા અટકાવવારૂપ સ્વમાં સ્થિરતારૂપ છે. તપનું કાર્યસ્વગુણમાં રમણતા-તૃપ્તિ થવારૂપ છે. વીર્યનું કાર્ય સ્વસ્વરૂપની સ્થિરતા કરવાનું છે. સ્વાત્મપ્રદેશોમાં સ્થિરતા કરવી ગુણોમાં રમણતા કરવી તે વીર્યનું કાર્ય છે. વ્યાકુળતા રહિત થવું એ ચારિત્રરૂપ છે.
* વ્યવહાર ચારિત્રના આચરણથી નિશ્ચય કષાયરહિત ચારિત્રની પરિણતિ એ ચારિત્રગુણ છે. બાહ્યતપની આચરણાથી આત્મભાવમાં ગુપ્ત થવું. રમણ કરવું તે તપગુણ છે. મનમાં રહેલી ઈચ્છા વીતરાગતા રૂપે તૃપ્તતાને પામે છે અને મનમાં રહેલા સંકલ્પ-વિકલ્પો (વિચારો) કેવલજ્ઞાન રૂપે તૃપ્ત થાય છે.
જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ અને વીર્ય ફક્ત આત્મ દ્રવ્યમાં જ હોય. આ પાંચ બીજા કોઈ દ્રવ્યમાં નથી. તેથી પાંચ લક્ષણ (સ્વભાવ) આત્મામાં જ હોય. આ પાંચ લક્ષણી આત્મા બીજા દ્રવ્યોથી નિરાળો બને છે.
આ પાંચ રનો છે – સાધ્ય છે – ગુણો છે. આત્મા નિગોદનો હોય કે સિધ્ધનો હોય, એનામાં આ પાંચ લક્ષણ હોય જ. આ પાંચ લક્ષણ ઉપર વ્યવહાર ધર્મ રચાયેલો છે. આત્મામાં રહેલા પાંચ ગુણોને પ્રગટ કરવા પાંચ આચાર
નવતત્વ || ૧૦૭