________________
વાંધો નહીં એમ માને તે મોટું મિથ્યાત્વ છે. વ્યવહાર કરવો જ પડે તો આત્મસાક્ષીએ રાગ–દ્વેષના પરિણામથી પર રહીને કરવાનો છે.
નિશ્ચય સાથે વ્યવહારનો સમન્વય કરવો તે આજના કાળમાં અતિ દુષ્કર છે. નિશ્ચયથી ઈચ્છાનો રોધ તે જ તપ. રાગાદિ ભાવો પોષાતાં ન હોય તે જ તપ. જો રાગાદિભાવ થતા હોય તો તપ છોડી દેવાનો ? ના, પરંતુ રાગાદિ ભાવોથી છૂટવા જરૂરી પ્રયત્નો કરી તપ તો કરવાનો જ છે. પ્રભુએ તો યથાશક્તિ તપ કરવાનો કહ્યો છે. શક્તિ ગોપવ્યા વિના તપ કરવાનો છે. એમાં આત્માને છેતરતાં તો નથી ને ?
સાધુ ભગવંતે અપવાદે ઓછામાં ઓછું પોરિસીનું પચ્ચક્ખાણ અને શ્રાવકે અપવાદે ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચક્ખાણ કરવાનું છે.
મનુષ્યભવ વગર સાચો તપ થાય નહીં. તેથી તપને એ રીતે સાધી લેવો કે જેથી ભવભ્રમણા મટી જાય. પંચેન્દ્રિય તિર્યંચમાં પણ બાહ્ય અનસનાદિ તપ કરવા છતાં પૂર્ણ નિર્જરા ન થાય. જ્યારે મનુષ્ય ભવમાં વિરતિ પૂર્વક નવકારશીના તપમાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય.
આત્મા જ્યારે કર્યગ્રહણ કરવાનું સંપૂર્ણ બંધ કરે ત્યારે પ્રદેશ સ્થિરતારૂપ ધ્યાન ૧૪મા ગુણઠાણે જ થશે. સિધ્ધ અવસ્થા એ પરિપૂર્ણ સ્થિર અવસ્થા છે. વીર્યગુણ
વીર્ય પણ જ્ઞાનાદિની જેમ જ આત્માનો અરૂપી ગુણ છે. અંતરાયકર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી પ્રગટ થનારો છે. વીર્ય ગુણ એ સર્વગુણોનો રાજા છે.
વિશેષે તે કૃતિ વીર્ય :। આત્માને વિશેષથી પ્રેરણા કરે તે વીર્ય. વીર્ય બે પ્રકારે : દ્રવ્ય વીર્ય અને ભાવવીર્ય.
દ્રવ્યવીર્ય : દેહ વીર્ય પુદ્ગલ સ્વરૂપ છે જે આહારમાંથી બને છે. આહારનું (૧) રસરૂપ પરિણમન એ પ્રથમ ધાતુ (૨) તેમાંથી લોહી રૂપ બીજી ધાતુ (૩) માંસ રૂપ ધાતુ (૪) ચરબીરૂપ (૫) હાડકારૂપ ધાતુ (૬) મજ્જારૂપ ધાતુ (૭) વીર્યરૂપ સાતમી ધાતુ પેદા થાય છે. આ દ્રવ્ય વીર્ય પણ થવામાં મુખ્ય
નવતત્ત્વ / ૯૫