________________
(૨)
લોકાકાશ પ્રદેશ પ્રમાણ વિર્યાણુઓ (અંશો) હોય છે. અનંતવીર્ય એ ભાવપ્રાણ છે. તે દ્રવ્યપ્રાણની જનેતા છે.
નિશીથશાસ્ત્રમાં વિર્ય પાંચ પ્રકારે ભાવવીડિય ગુણવીરિયં ચરિતવીરિય સમાણિવીરિયં ચી
આત્મવીડિય વિ તથા પંચવિહિયં વીરિમં આહવા | ભાવવીર્ય નરકના જીવોને કડાઈમાં તળાવાનું, શેકાવાનું, પકાવાનું, છેદાવાનું જેવી પરમાધામી કૃત ઘોરવેદનામાં નાશ નથી પામતા તેમાં ભાવવીર્ય કારણ છે. તેમ તિર્યંચ ભવમાં પણ ભારે ભારવહન, તૃષા, સુધાદિ વેદનાને સહન કરવાની તથા મનુષ્યગતિમાં ચારિત્રના સ્વીકાર પાલન વગેરેમાં ભાવવીર્ય કારણ છે. દેવોને પાંચ પર્યાપ્તિ પૂર્ણ થતાં અભિલષિત વૈક્રિયરૂપ કરવાનું સામર્થ્ય તે ભાવવીર્ય. ગુણવીર્ય ઔષધિઓમાં જે કડવું, તીખું, ખાટું, મધુરાદિ જે ગુણબળ
છે. રોગોને દૂર કરવામાં કારણ બને તે ગુણવીર્ય છે. (૩) ચારિત્રવીર્ય સર્વ કર્મોનો ક્ષય કરવો અથવા ક્ષીરાદિલબ્ધિઓનું સામર્થ્ય
પ્રગટ થવું તે. સમાધિવીર્ય આત્માની અનંત સમાધિ વડે કેવલજ્ઞાન પ્રગટે અથવા તો અપ્રશસ્ત મનના સામર્થ્ય વડે ૭ મી નરકમાં પણ જાય. આત્મવીર્ય (વિપ્રયોગ વીય) મનાદિ યોગોનો અશુભ યોગોમાં પ્રવેશ અથવા શુભયોગોનો આત્મામાંથી વિયોગ થવો તે. આત્મવીર્યને જગાવવુ તે સત્ત્વ છે.
આત્મવીર્યને આત્મગુણોમાં રમણતા કરાવવી અને પુદ્ગલના યોગથી આત્મવીર્યને છોડાવવું તે મોક્ષયોગ છે. આત્મ વીર્ય શક્તિ અને જ્ઞાનશક્તિ ઈદ્રિયોથી મર્યાદિત થઈ છે. આત્મવીર્યનું કાર્ય સમગ્ર ક્ષેત્રનું જ્ઞાન કરવામાં પ્રેરક થવું. સમગ્ર લોકમાં
નવતત્વ // ૯૮