________________
કારણ આત્મવીર્ય છે. આત્મશક્તિ (પુરુષાર્થ) જો દેહ આત્મામાં ન હોય તોનીકળી જાય તો દેહમાં આહાર ગ્રહણાદિ એકપણ પ્રવૃત્તિ થઈ ન શકે.
ભાવવીર્ય જે આત્માની શક્તિરૂપે પુરુષાર્થ રૂપે અંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી પ્રગટ થનાર અરૂપી શક્તિરૂપ છે. તેના બે પ્રકાર (1) લબ્ધિ વીર્ય (ર) કરણવીર્ય. (૧) લબ્ધિવીર્ય આત્માના જ્ઞાન-દર્શન, ચારિત્ર–તપાદિ ગુણો સાથે જ્યારે આત્મવીર્યજોડાય અને આત્મા સ્વગુણમાં પરિણમન પામે ત્યારે ગુણના અનુભવ સ્વરૂપ બને તે લબ્ધિવીર્ય. (ર) કરણવીર્ય મન–વચન-કાયારૂપ યોગ સાથે આત્મવીર્ય જોડાય ત્યારે જે ક્રિયારૂપે કાર્ય થાય તે કરણવીર્ય. દા.ત. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થતી જે જ્ઞાનશક્તિ- તે જ્ઞાનશક્તિ દ્વારા જોય વસ્તુનો જ્યારે બોધ થાય ત્યારે તે જ્ઞાનશક્તિનો વ્યાપારરૂપે ઉપયોગ થયો એટલે જ્ઞાનશકિતમાં વીર્યશકિત ભળી ત્યારે જ્ઞાનોપયોગ થવો તે લબ્લિકાર્ય. તે પ્રમાણે કાયાને પ્રવર્તાવીએ ત્યારે કાયા સાથે વીર્ય ભળે અને કાયાની વિવિધ ક્રિયા થાય તે કરણવીર્ય, મડદામાં કોઈ ક્રિયા થતી નથી કારણ આત્મા અને આત્મવીર્ય નીકળી ગયું છે. 2 લબ્ધિવીર્યના ૪ ભેદઃ (૧) દર્શન વીર્ય (ર) જ્ઞાન વીર્ય (૩) ચારિત્ર
વિર્ય (૪) તપવીર્ય.
નવપદમાં ધર્મતત્ત્વના ચાર ભેદ અને નવતત્ત્વમાં આત્માના પાંચ ગુણો બતાવ્યાં છે. વીર્ય સર્વગુણોમાં સામાન્યપણે સમાયેલો હોવાથી નવપદમાં ચાર ભેદ કહેલા છે.
બીજી રીતે વીર્ય બે પ્રકારેઃ (૧) અભિસંધિ (૨) અનભિસંધિ અનભિસાધિ ચલ વીર્યનો રોધક શક્તિ અભાવ, પણ અભિસાવિ વીર્યથી કિમ ગ્રહે પરભાવ.'
(પૂ. દેવચંદ્રવિજયજી)
નવતત્વ // ૯૬