________________
(૧) અભિસંધિ વીર્યઃ જે વીર્યનો આભોગ પૂર્વક (ઈચ્છા મુજબ) ઉપયોગ કરી શકાય તે રોકી શકાય તે બધું અભિસંધિ વીર્ય છે. જેમ કે હાથને હલાવવા, ચાલવું, બોલવું વગેરે પ્રવૃત્તિ. (ર) અનભિસંધિ વીર્ય કાયાની ભૂમિ પ્રવૃત્તિઓ. શરીર આદિની અંદર લોહી આદિનું પરિભ્રમણ થવું ફેફસા, નાડી વગેરેનું ચાલવું ઈત્યાદિ જે આંતરિક ક્રિયાઓ છે તે બધી અનભિસંધિ વીર્યના કારણે થાય છે. તેને રોકી શકાતું નથી. તે નિમિત્ત યોગ પ્રવૃત્તિ નથી, કર્મનો બંધ પણ થયા કરે છે આથી કેવલીઓને એક સમયનો બંધ હોય છે. તેમ જ નિગોદના જીવને તથા જેઓ કર્મની સામે પરાધીન છે તેવા એકેદ્રિય જીવોને તથા મન વિનાના સર્વ જીવોને પણ અનભિસંધિ વીર્યના કારણે યોગ પ્રવૃત્તિઓ ચાલુ હોવાથી કર્મનો સતત બંધ ચાલુ છે. આથી કર્મબંધ અને નિર્જરામાં જેમ મન-ઈદ્રિય-સંઘયણ સાધન સામગ્રી અધિક અને તેમાં અભિસંધિવીર્યના ઉપયોગના આધારે (દુરુપયોગ વડે) કર્મબંધ વધારે તેમ અભિસંધિવીર્યના સદુપયોગ વડે નિર્જરા પણ વધુ થાય. આથી સર્વકર્મ ક્ષયમાં (ક્ષાયિક ગુણ પ્રગટમાં) પ્રથમ સંઘયણ જરૂરી તેમાં અભિસંધિ વીર્ય કર્મનો ક્ષય પણ કરી શકે. ગ્રહણવીર્ય :- કર્મ તથા વિવિધ પુગલ ગ્રહણમાં જ્યારે વીર્ય પ્રવર્તમાન થાય ત્યારે ગ્રહણવીર્ય અને તે (આહારને) રસાદિ રૂપે પરિણામવા વિર્ય પર્વતમાન થાય ત્યારે પરિણમન વીર્ય અને તે પ્રમાણે ગ્રહણ કરેલાનું વિષ્ટા–મળાદિ રૂપે વિસર્જન કરવામાં પ્રવર્તમાન થાય ત્યારે તે વિસર્જન વીર્ય કહેવાય. આમ આત્માની વિર્યશક્તિ પર પુદ્ગલોને ગ્રહણ–પરિણમન આદિમાં વેડફવાથી આત્મા નબળો પડે છે. કર્મથી ભારે થતો જાય છે. બાહ્ય પ્રવૃતિ-યોગોથી આત્મા જેમ નિવૃત્ત થતો જાય-ગુપ્ત થતો જાય તેમ આત્મા હલકો-સ્વતંત્ર-સબળો થતો જાય. ગમનાદિ નાની મોટી ક્રિયામાં જે વીર્ય પ્રવર્તન થાય તે સ્પંદન વીર્ય.
એકેદ્રિય જીવને અનભિસંધિ વીર્ય હોય. બેઈદ્રિયથી માંડીને પરોઢિય સુધીના જીવોને બંને પ્રકારનું હોય. ગ્રહણ–આલંબન–પરિણમન એ વીર્યનું કાર્ય કરે છે. આત્મપ્રદેશોના પરસ્પર સંબંધ વીર્યના કારણે છે. આત્મપ્રદેશોમાં અસંખ્ય
નવતત્વ / ૯૭.