________________
કરવી પડે. ગ્રહણ–પરિણમન અને વિસર્જન કરવું પડે. વાસ્તવમાં પરદ્રવ્યો ગ્રહણ કરવા તે તપ નથી તેથી આત્માને ત્રણ વસ્તુ કરતાં પીડા અનુભવાય તેથી કર્મ બંધાય.
પાંચ ગુણો વડે શરીર દ્વારા આરાધના કરવાની અને આત્માના પાંચ ગુણો પ્રગટ કરવાના. આત્મા પોતાના સ્વભાવમાં હોય તો તેને પ્રમાદ કહેવાય. જે આત્મા પોતાના સ્વભાવમાં ન રહે તેને પ્રતિક્રમણ કરવાનું. કેવલી સદા સ્વભાવમાં રહ્યાં છે તેથી તેમણે પ્રતિક્રમણ નથી કરવાનું. કાર્પણ અને તૈજસ બે શરીર સાથે છે તેથી જીવ મૃત્યુ પામી બીજા ખોળિયામાં જાય તો પણ તેની સાથે બે શરીર સાથે છે જ તેથી તેને કર્મબંધ ચાલુ જ છે અથવા ત્યારે પણ આત્મા પોતાના સ્વભાવમાં નથી.
જ્યાં સુધી દેહથી છૂટવા માટેનો પરિણામ ન હોય ત્યાં સુધી આયુષ્યનો બંધ થાય જ, ત્યાં સુધી આત્માને દેહમાં ધારણ રાખી દેહના સંયોગ વડે પીડા ચાલુ રહે. દેહની પીડા.એકેંદ્રિયને પણ ન ગમે.
આત્માની જ્ઞાન–સમજ વધે તેમ બંધ પણ વધે, અને નિર્જરા પણ વધે. પરમાં મળે ત્યારે બંધ અને સ્વમાં મળે ત્યારે નિર્જરા થાય. 1 જન્મ એ પાપ શા માટે?
જ્ઞાનીઓએ જન્મને દુઃખ એટલા માટે કહ્યું છે કે પુગલનું ગ્રહણ કરવું, પરિણમાવવું એ આત્માના સ્વભાવથી વિરુધ્ધ હોવાથી પાપરૂપ છે. તૈજસ-કાર્પણ શરીર વડે પુદ્ગલને ગ્રહણ કરવા પડે તે બધું પાપ છે. તેથી શરીર બનાવવું પાપ, તેથી જન્મવું તે પાપ છે. a ખાવું તે પાપ શા માટે?
જેટલી વખત વધારે ખાઈએ તેટલી વખત આહારના પુગલોને ગ્રહણ કરવું પડે. તેને લોહી આદિરૂપે પરિણામવામાં વીર્યને પ્રવર્તાવવું પડે તેથી કર્મબંધ વધે છે. કવલાહાર લેવો કે ન લેવો તે અભિસંધિજ વીર્યનું કાર્ય છે. પરંતુ આહાર લીધા પછી આપણું ન ચાલે ત્યારે અનભિસંધી વીર્યનું કાર્ય ચાલુ જ હોય. તેથી ઉપવાસના દિવસે ઉત્તર પારણામાં ખાધું હોય તેનું પાચન ચાલુ હોય તે અનભિસંધિ વીર્યનું કાર્ય છે. આત્મવીર્ય જેટલું પરગ્રહણ–પરિણમન કરે તેટલો
નવતત્ત્વ // ૧૦૦