________________
(અસ્તિત્વવાળા) પદાર્થોનો સંપૂર્ણપણે જ્ઞાન (બોધ) કરવાનો જીવનો સ્વભાવ છે તે પ્રગટ કરવાનો છે.
આમ ઈદ્રિય અને યોગોમાં પ્રવર્તમાન વીર્યને આત્મપ્રદેશોમાં પ્રવર્તાવવામાં વિશેષ ઉપયોગ કરવા વડે અનંતવીર્યરક્ષણ કરી મનુષ્યભવને સફળ કરવા અજન્મા બનવાનું છે.
અહો અનતવીર્યો અયં આત્મા વિશ્વપ્રકાશકઃT રૈલોકય ચાલયત્યે ધ્યાન શક્તિપ્રભાવતઃ |
(યોગ પ્રદીપ) આત્મામાં રહેલું અનંત વિર્ય જ્યારે પ્રગટ થાય ત્યારે આત્મામાં લોકાલોકનો પ્રકાશ કરવા અને ત્રણે લોકને ચલાયમાન કરી શકે તેવી શક્તિ પ્રગટ થાય છે.
વિર્યગુણની વિશેષ વિચારણા
સૌથી મહત્ત્વનો ગુણ વીર્ય છે. તેના વગર બીજા ગુણો પોતાનું કાર્ય ન કરી શકે. આત્માના ગુણોનો રાજા વીર્ય છે.
. આત્મામાં વીર્યાતરાય કર્મ છે તેનાથી આત્મામાં રહેલું ભાવવીર્ય રોકાય છે. દર્શન મોહનીયનો ઉદય હોય તો સમ્યગ્દર્શન રોકાય છે. ચારિત્ર મોહનીયનો ઉદય હોય તો સમ્યક ચારિત્ર રોકાય છે. લોભ મોહનીયનો ઉદય હોય તો સમ્યકતપ રોકાય છે. તેમ અંતરાય કર્મ આત્માની પાંચ લબ્ધિ (શક્તિ) ને રોકે છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યતરાય.
આત્મા અરૂપી છે તેમાં જે પ્રગટ થાય તે અરૂપી જ હોય. વીર્યગુણ પણ અરૂપી છે. પૈસા-પરિવાર વગેરે પાછળ દોડાદોડ કરી અરૂપી આત્માને પીડા આપી અને આત્માની પીડાની ઉપેક્ષા કરી. અરૂપી માટે પુરુષાર્થ ન કર્યો તેથી દુઃખી થયા છીએ.
આત્માએ શરીર બનાવવા માટે આત્માના ગુણથી વિરુધ્ધ ત્રણ પ્રક્રિયા
નવતત્વ || ૯૯