________________
ભોકતા થઈ જઈએ છીએ. તેથી આત્મા કર્મનો કર્તા અને ભોકતા છે તે વહેવારથી છે. નિશ્ચયથી આત્મા સ્વગુણોનો કર્તા અને ભોકતા છે. તેથી આત્મા સ્વભાવમાં હોય ત્યારે કર્મનો કર્તા કે ભોકતા નથી. આત્મા પરિણામી હોવાના કારણે સ્વગુણોમાં સહજ પરિણમી શકે છે.
પેડો પુદ્ગલ હોવાથી હેય છે. પેટને જરૂર છે? કે ઈદ્રિયને જરૂર છે? પેટને જરૂર હોય તો જે સામે હોય તે વાપરી લો. પછી તેને યાદ પણ ન કરો. વર્તમાનમાં પણ તેના સ્વાદ આદિની કોઈ સાથે વાત ન કરો કે વિચારો નહીં. પેટને ફકત ભાડું આપવું છે તો હેય માની આપી દો. પૈડા પડ્યા છે તો ચલાવી લો, આરંભ સમારંભ કરી બીજું બનાવડાવવું નથી.
ખાધા વગર નથી ચાલતું, તેથી ખાઈને તપ કરવો છે. તો ખાતી વખતે રાગ ન કરો. પરભાવની ઈચ્છા તે જ રાગ. શરીરને પોષણ આપવાનું છે જેથી દવા ન લેવી પડે.
બે વસ્તુ હોય તેમાંથી કઈ વાપરવી તે નક્કી કરવું. ઊંધીયું અને કારેલા છે. કારેલા ઉતરતા નથી – તો કરવું? ઊંધીયામાં રાગ છે તો અહીં ઊંધીયામાં કારેલા મીક્ષ કરી ખાઈ લેવું. તેથી રાગ નહીં થાય.
* પ્રયોજન – કારણ વગર પેટને આપવું નહીં. અને રાગપૂર્વક ખાવું નહીં. જીભ-આંખ-મનને પૂછીને કામ ન કરવું. પરંતુ પોતાના આત્માને પૂછીને કામ કરવું. બીજાના આત્માને ન પૂછવું. મનને ગમતું હોય તે ન આપવું પણ શરીરની પ્રકૃતિથી વિરુધ્ધ ખોરાક ન આપવો. દા.ત. ચણાની વસ્તુથી ગેસ થાય છે અને મગ ભાવતા હોય. ચણા-મગનું શાક હોય તો મગ ખવાય પણ રાગ ન થાય તે રીતે. મસાલા ઓછા કરી ખાવું, પાણી નાખી દેવું.
માત્ર આહારની વાત તપમાં નથી આવતી પરંતુ કપડા આદિ બધી જ ઈષ્ટ વસ્તુમાં ઈચ્છાનો રોલ તે તપ છે. જ્યાં જ્યાં ઈચ્છાનો રોધ કરો ત્યાં ત્યાં તપ છે. ઈચ્છાનો રોધ કરવામાં આર્તધ્યાનરૌદ્રધ્યાન નથી તેથી સમતા આવે. તપમાં પરની ઈચ્છા ન થાય. બીજા દિવસે આહારની પારણાની ઈચ્છા ન થાય.
નવતત્વ // ૯૩