________________
સંસારમાં આનંદ મેળવવા માટે હોટલ–ગાર્ડન આદિમાં જવું પડે પરંતુ આત્માનો આનંદ મેળવવા બહાર જવાની જરૂર નથી. આત્મામાં જ આનંદના સરોવરો ભરેલાં છે. તેને ભોગવવા માટે જ્ઞાનીઓએ તપ બતાવ્યો છે. તપ કરવાથી આત્મામાં બ્રહ્મચર્યની શુદ્ધિ થાય એટલે વિષય ભાવોથી આત્મા સહજ હટે અને કષાય ઘટતો જાય. સમજણપૂર્વક તપ કર્યા હોય તો કષાય ઘટે. જો કષાય વધે તો તપનું અજીર્ણ થયું કહેવાય. બાકી લાંઘણનું ફળ અજ્ઞાન કષ્ટ અકામ નિર્જરા જે માત્ર પંચાંગી વગેરે તપથી કાયાને તપાવે તે બાળ તપસ્વી કહેવાય. ભાવ તપસ્વી નહીં. જે તપમાં જિનેશ્વરની આજ્ઞા હોય તે જ તપ શુધ્ધ ગણાય.
- પાંચેય ઈદ્રિયોને વશ ન થાય, ટી.વી. જોવાની ઈચ્છા ન થાય, પંખા, એ.સી.ની. ઈચ્છા ન થાય, ચામડીને બહુ સુંવાળું ગાદલું ન ગમે, સંથારા પર સૂઈ જાય, પારણામાં ૨૦ આઈટમ હોય તો બે પાંચ જરૂરિયાતની આઈટમો વાપરે તો ઉપવાસ સાચો કહેવાય.વિષય-કષાય–આહાર ત્યાગ કરવાથી સાચો ઉપવાસ ગણાય. ઉપવાસ કરવો છે તો ઘી-દૂધ વાપરી લો. અમુક મિઠાઈ જોઈશે એવી ડિમાંડ ન હોય. શરીરની પ્રકૃતિ મુજબ લેવું તે જરૂરિયાત કહેવાય. દા.ત. એ.સી.ડી.ટી. હોય તો વધારે તીખું–તળેલું ન વાપરે.
ઉણોદરી શા માટે?
આહારસંશા કાબૂમાં રહે. છોડવું તે જ તપ છે પણ છોડવું તે સહેલું નથી. છોડે તો ઉણોદરી થાય અર્થાત્ જરૂરિયાત કરતાં થોડું ઓછું વાપરવાથી શરીરમાં ફૂર્તિ આવે, અપ્રમત્તભાવ આવે અને શરીરમાં વાયુને સંચરવાની જગ્યા મળે. ઈદ્રિયને વિકાર કરાવે તથા વિગઈઓ વિકૃતિના સ્વભાવવાળી જ છે તો પછી વધારે કઈ રીતે વપરાય? જેમાં ગરમ મસાલા વધારે તેવી વસ્તુ વિકાર કરાવે છે. આયંબિલમાં મરી-મસાલા પણ વિકારનું કારણ બને તેમ સંભવિત છે.
વૃત્તિસંક્ષેપ ' અમુક જ દ્રવ્યો વાપરવા. રાગાદિભાવને તોડવા પાંચ થી વધુ ન વાપરવા પરંતુ તે પાંચમાં પણ રાગ આવી જાય તો ન ચાલે. તે પાંચ પર તૂટી ન પડાય.
નવતત્વ // ૯૧