________________
દિવસે દેવદુંદુભિ વગાડે. સમ્યગદષ્ટિ દેવોને પણ ગુણની ઝંખના હોય છે. આપણે તપ જાહેર કરી જગતમાં વેરી દઈએ તો દેવો કઈ રીતે આવે? સાધુએ તપ ગુપ્ત રાખવાની આજ્ઞા છે. પારણામાં વિશેષ છૂપાવવાનો છે. જ્યાં જિનની આજ્ઞા નહીં ત્યાં શાસન ખરું? પારણા નિમિત્તે આરંભ સમારંભ થાય નહીં તેવો માર્ગ સાધુનો છે.
ઉપવાસ આહાર સંજ્ઞા તોડવા માટે કર્યો હોય તો પારણું કઈ રીતે કરવાનું? આહાર સંજ્ઞા વધે તે રીતે કે આહાર સંજ્ઞા તોડવા માટે? પારણામાં ગરમાગરમ શા માટે જોઈએ? રાગાદિના કારણે થતી પરભાવની ઈચ્છા રોકવા માટે જ તપ કરવાનો છે. તેથી આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય. આ લક્ષ ન હોય તો વ્યવહારથી પણ તપ ન કહેવાય. ધનાદિ દ્રવ્ય પ્રભાવના કે નામના– પ્રસિધ્ધિ રૂપ ભાવ પ્રભાવનાના આશયથી કરેલો તપ વ્યવહાર તપ પણ બનતો નથી.
આત્માનો મુખ્ય સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાન આવે તો સમતા ફળ મળે પરંતુ તે માટે જ્ઞાન શુધ્ધ બનવું જોઈએ. જેમ જ્ઞાન વધારે અશુધ્ધ તેમ કર્મબંધ વધારે થાય.
શુધ્ધ જ્ઞાન એ વાસ્તવિક તપનો પર્યાય છે. જ્ઞાનને શુદ્ધ કરવા સમ્યમ્ દર્શન લાવવું પડે, મિથ્યાત્વ કાઢવું પડે. સમ્યમ્ દર્શનથી શુધ્ધ થયેલું જ્ઞાન આત્માને વિભાવમાં જતો અટકાવે. જ્ઞાનમાં મોહ ન ભળે તો જ તે શુધ્ધ જ્ઞાન થાય, તો જ તે કાર્ય કરે. વ્યવહારથી અભ્યતર તપ બતાવ્યા તે પણ કર્મને તપાવે છે માટે નિશ્ચયથી કર્મની નિર્જરાનું કારણ બને છે.
લોભ મોહનીયના ઉદયના કારણે પરની ઈચ્છા થાય. એટલે આત્મા સિવાયની બધી જ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય, પામવાની નહીં. કારણ કે પોતાની વસ્તુ જે હોય તે પામવાની હોય, જે પોતાની ન હોય તેને મેળવવાની ઈચ્છા થાય.
મારી શું વસ્તુ છે? હું શું પામી શકું છું? હું શું ભોગવી શકું? એ નિર્ણય ન થાય ત્યાં સુધી પરમાં સુખ છે એ ખોટો નિર્ણય છે. તેથી પરની ઈચ્છા કરી સુખી થવાની ઈચ્છા થશે. તૃપ્તિ એ આત્માનો સ્વભાવ છે. તૃપ્ત થવું તે તપ છે. અતૃપ્ત હોય ત્યારે પરની ઈચ્છા થાય. સિધ્ધના જીવને તૃપ્તિ છે, પૂર્ણતા છે તેથી
નવતત્ત્વ || ૮૯