________________
ઈચ્છાનો પ્રશ્ન નથી, તેથી ઈચ્છા રોકવાથી આશ્રવ રોકાશે, સંવર આવે અને સંવરનું કાર્ય સમતાનો પરિણામ આવે. સમતાનું ફળ ચારિત્ર છે.
સમસ્ત રાગાદિ પરિણામ તે જ ઈચ્છા છે. ઈચ્છા રોકે એટલે રાગાદિભાવ રોકાય, તેથી સમતા આવે જ. ચારિત્ર આવે એટલે તપ આવે. ચારિત્ર આવે એટલે પોતાના સ્વભાવમાં તૃપ્ત થવા લાગે. પોતાના સ્વભાવમાં સ્થિર થવા લાગે પછી પરની ઈચ્છા ઘટે તેથી તપ ગુણ આવે. તૃપ્તિ અરૂપી છે તેથી બહારની રૂપી વસ્તુથી આત્મા ક્યારેય તૃપ્તિ ન પામે. a ઉપવાસ કોને કહેવાય?
બાહ્ય તપ તરીકે ઉપવાસ કરો તો ત્રણ કે ચાર આહારનો ત્યાગ થાય. પરંતુ જ્ઞાની ભગવંતોએ જેમાં વિષય–કષાયનો ત્યાગ થાય અને સાથે સાથે આહારનો ત્યાગ થાય તેને જ ઉપવાસ કહ્યો છે.
ઉપવાસમાં ટી.વી. જોવાની ઈચ્છા થાય, પંખાની હવા ખાવાની ઈચ્છા થાય તો તે વાસ્તવિક ઉપવાસ નથી કારણ કે વિષય-કષાય વધે તે ન ચાલે. a અનશન તપ શા માટે કરવાનો?
અનશન રૂપી બાહ્ય તપ આહાર તોડવા માટે અને કાયા પ્રત્યે જાગેલી મમતાને અને અહને તોડવા માટે છે. જેટલી કાયા રૂપાળી, બીજા કરતા સારી એટલું અભિમાન વધે, અને જેટલી સજાવો એટલું અભિમાન વધે.
કાયા જો રોગીષ્ટ મળે તો કાયાની મમતા ન થાય. ક્યારે છૂટું? એવો ભાવ થાય. જેટલું ખાવ એટલું પચી જાય, રોગ ન હોય તો કાયા પ્રત્યે મમત્વ વધે. તેથી આત્મા પ્રત્યેનો મમત્વ ભાવ ઉત્પન્ન થવા જ ન દે.
આ કાયાને છોડીને જવાની છે છતાં તેના પ્રત્યે મમતા અને અભિમાન છે. તેને તોડવા માટે અનશન આદિ બાહ્ય તપ છે. તેથી ઉપવાસ કરતી વખતે લક્ષ જોઈએ કે કાયાની મમતા અને અહં ઘટાડવા માટે ઉપવાસ કરવાનો છે. પરંતુ લોકો તરફથી સન્માન મળે તે માટે તપ કરવાથી આત્માનો ગુણ કઈ રીતે પ્રગટ થાય?
નવતત્વ || ૯૦