________________
1. ૨સત્યાગ
શ્રાવક દરરોજ ઓછામાં ઓછી એક વિગઈનો ત્યાગ કરે. જે રોજ ઉપવાસ નથી કરતા, એકાસણું કરે છે તો એકથી વધારે વિગઈની જરૂરિયાત નથી.
કાયકલેશ .
કાયાને કષ્ટ આપવું, અર્થાત્ વિષય અને કષાય ભાવથી મુક્ત થવાય તો જ ધ્યાન તરફ જવાય. પરંતુ તે માટે શરીરની મમતા જવી જોઈએ. વિવિધ આસન–યોગાસન લોચાદિ વડે કાયાને કષ્ટ આપવા વડે કાયાની મમતા ઘટાડવી. મમતા ઘટે તો જ સમતાના પરિણામ આવે. તે જ વાસ્તવિક ધ્યાન છે. તેથી ચારિત્રની સફળતા તપ ઉપર છે. તેથી જ સુખતપ શરીર નિરાબાધ એવું પૂછો છો. તપસ્વી સુખી બને.
સાધુ તો જ સુખી જો તે તપ કરે. આત્માના અનુભવ માટે તપ જેવું બીજું કોઈ સાધન નથી. વિષય–કષાયની વાસનાને તોડવાનું કામ તપ જ કરે છે. તપ એટલે આત્માની તૃપ્તિ થાય તેથી બહાર જવાની વાત ન આવે. પોતાના ગુણમાં સ્થિર થઈ પરમાનંદને અનુભવાય.
અઘાતિ કર્મના ઉદયમાં પણ ઘાતિ કર્મ નાશ પામી શકે છે. અઘાતિના ઉદયરૂપ શાતા-અશાતા બને કર્મમાં મોહનો નાશ કરી શકાય. શાતા, અશાતામાં રતિ અને અરતિ મોહને ભેળવવો કે ન ભેળવવો તે તમારો પરિણામ છે તો મોહને કાઢી શકો.
પૈડાને પુદ્ગલ પિંડ રૂપે જોવાનો છે. પંડામાં મીઠાશનો ગુણ છે. માટે મીઠાશની ઈચ્છા કરવાની નથી. મીઠાશમાં ગમો થવો એ રતિ, અણગમો થવો તે અરતિનો પરિણામ છે.
પંડો સામે આવે એટલે પહેલા તે શેય બને. તે પુદ્ગલ અજીવ દ્રવ્ય માટે હેય લાગવું જોઈએ. હું જીવદ્રવ્ય તેનો ભોકતા નથી પરંતુ જ્ઞાતા છું. અહીં ઉપયોગ રાખવાથી પ્રભુની આજ્ઞા પાળી. પરંતુ આપણે માત્ર જ્ઞાતા ભાવે ન રહેતા તેના
નવતત્ત્વ || ૯૨