________________
થઈએ ત્યાં સુધી ચેન ન પડે, ન ગમે તો જ પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર કર્યો કહેવાય. નહિતર માત્ર વ્યવહાર કર્યો કહેવાય. જ્ઞાનની જેમ તપ પણ આત્માનો સ્વભાવ છે જે સ્વભાવ હોય તે બહાર ન રહી શકેદ્રવ્ય અને ગુણ અલગ ન રહી શકે.
આત્મા જીવ દ્રવ્ય છે અને જ્ઞાન-દર્શન આત્માના ગુણો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માનો ધર્મ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શએ પુદ્ગલનો ધર્મ છે.
આત્માનો ધર્મ પુગલના ધર્મને માત્ર જાણવાનો છે. પરંતુ આપણે પુગલને માત્ર જાણવાને બદલે માણવા માટે પકડીએ છીએ. તેથી આપણે સંસારને વળગ્યા છીએ.
આત્માનો ધર્મ જે જ્ઞાન-દર્શન–ચારિત્ર છે તેને પ્રગટ કરવા માટે જે વ્યવહાર = આચારો છે તે બધો જ વ્યવહાર ધર્મ છે. આત્મા કેન્દ્રમાં હોય તો જ વ્યવહાર ધર્મ શુધ્ધ કહેવાય.
જ્ઞાન મેળવવા માટે જ્ઞાની ભગવંતોએ જ્ઞાનાચારાદિ આચારો મૂકેલાં છે.
આત્મા અપુનબંધક દશામાં આવ્યો હોય તો ઉહાપોહ થાય કે સાચો તપ શું છે? આત્માનો તપ શું? શા માટે કરું છું? જિજ્ઞાસા જાગ્યા વિના ન રહે. આપણને તે જાણવાની સંપૂર્ણ સામગ્રી સ્વરૂપ દેવ, ગુરુ, ધર્મ, આગમ વગેરે મળ્યાં છે. આત્મા પોતે તપ સ્વરૂપમાં જ છે. તે તપનો ભોગ બન્યા વગર રહી શકે જ નહીં.
ફાયઃ તાઃ I ઈચ્છાને રોકવી એ તપ છે.
સુધા વેદનીયનો ઉદય થાય તે વેદનીય – અઘાતિ કર્મનો પરિણામ છે. જ્યારે લોભ મોહનીય ઘાતિ કર્મનો પરિણામ છે. માત્ર ખાવાનું બંધ કરવું તે તપ નથી, ઈચ્છાનો રોધ કરવો તે તપ છે. પછી તે ખાવાની ઈચ્છા હોય, વિષય ભોગવવાની હોય કે ફરવા જવાની હોય.
સાધુ માસક્ષમણ કરે તો દેવો તપનો મહિમા કરવા આવે. પારણાના
નવતત્વ // ૮૮