________________
માટે જ પરમાત્માએ તમામ વ્યવહાર માર્ગ બતાવ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માનો ખજાનો – સંપત્તિ છે.
જ્ઞાનના પ્રકાશ વગર સાચું દર્શન ન થાય. પોતાને પોતાનું ભાન થાય તો અશુધ્ધ અવસ્થા દેખાય એટલે શુદ્ધ કરવાની રુચિ આવે. અશુધ્ધને દૂર કરવા ચારિત્ર લેવું પડે, નવી અશુધ્ધિ બંધ કરવી પડે. આશ્રવ દ્વારને બંધ કરવા પડે પછી જૂની અશુચિ કાઢવા માટે નિર્જરા કરવી પડે, તેના માટે તપ કરવો પડે.
આત્માનું પ્રથમ અર્થાત્ પૂર્ણ મંગળ સિધ્ધાવસ્થામાં જ ઘટે. ત્યાં કર્મ આદિ કોઈ સંયોગ નથી તેથી અમંગળ નથી. આત્મા પોતાના સ્વભાવમાં ન રહી શકે તેનું બાધક કર્મ છે. 'પઢમં હવઈ મંગલ એ સિધ્ધાવસ્થાને ધ્યાનમાં લઈને કહ્યું છે.
વૃધ્ધિ પામતા મંગળ દ્વારા સિધ્ધાવસ્થા પ્રગટતાં મંગળની પૂર્ણાહૂતિ થાય પછી કોઈ મંગળની જરૂર નહીં.
તપ સંવર અને નિર્જરા બને કરશે. સંવર થયા વગર નિર્જરા ન થાય. તપ કરવો હોય તો પચ્ચકખાણ લેવું પડે તો જ પાપનો સંવર થાય. મનમાં માત્ર ધારવાથી તપ ન ગણાય. પણ સાથે વિરતિરૂપ પચ્ચખાણ પણ જરૂરી. જેથી તપના પરિણામ ટકી શકે.
નવકારશીનું પચ્ચકખાણ કરતી વખતે વિચારવું કે મારા આત્માનો ખાવાનો સ્વભાવ નથી. હું કેવો ધન્ય કે આત્માની મૂળ અવસ્થાને મેં બે ઘડી માટે સ્વીકારી. આ રીતે આત્માને સ્વભાવથી અનુભવવામાં ન આવે તો વાસ્તવિક ધર્મ ન થાય.
મોહ રાજાનું અનુશાસન અનાદિકાળથી ચાલે છે. તેથી પુદ્ગલ વગર આપણે રહી શકતા નથી. પુદ્ગલ સાથેના ગાઢ સંબંધને દૂર કરવાનો છે હવે આત્માના અનુશાસનના રસિયા બનવાનું છે. - દરેક આત્માએ પોતાના આત્માને સ્વભાવમાં લઈ જઈ પોતાના સ્વભાવનો રસિયો બનાવવાનો છે. હવે જ્યાં સુધી આત્માના સ્વભાવમાં સ્થિર ન
નવતત્ત્વ || ૮૭.