________________
તપની પુષ્ટિ માટે છે. અત્યંતર તપમાં પણ આત્મશુધ્ધિની પ્રધાનતા છે આત્મશુદ્ધિ માટે આત્માના સ્વરૂપના બોધની જ પ્રધાનતા છે. માટે સ્વાધ્યાય(જ્ઞાન) ની પ્રધાનતાના કારણે જ્ઞાનને જ્ઞાનીઓને પરમ તપ કહ્યો છે. . શાન એ પરમ તપ છે सज्झाय समो नहि तवो ज्ञानयोगस्तपः शुध्धमित्याहु मुनिपुंगवाः। तस्मान्निकाचितरूपोडपि कर्मणो इष्यते क्षयः। ॥१६३॥
| (અધ્યાત્મસાર) शुध्ध तपः स्वात्मरतिरूपं तं ज्ञानयोगं विवदन्ति संत : ।।
જ્ઞાનયોગ એ પરમ તપ છે. કારણ કે નિકાચિત કર્મનો ક્ષય પણ તેનાથી થાય છે. શુધ્ધ તપ એટલે જ જ્ઞાનપૂર્વક ગુણોમાં આનંદથી રમણ કરવું તે. તે પછી સર્વ ક્રિયા, સાધન, સાધ્યભૂત બધા અનંતર કારણો છે. મુખ્ય કારણ જ્ઞાન છે. 1 શાન તપ સ્વરૂપે કઈ રીતે ઘટે?
સમ્યગદર્શન એ મોક્ષનું બીજ છે. તેના અંકુરો ફૂટવા માટે જ્ઞાનનું પ્રવર્તન વિર્યપૂર્વક પાપથી વિરતિ કરવાની છે. પાપ= વિભાવને છોડવા જેવું માન્યું તો હવે સંબંધ કાપવાનો છે. તેના વડે જ્ઞાન શુધ્ધ બનશે. જ્ઞાન એ કર્મની શુધ્ધિનું કાર્ય કરતું થયું એટલે તે તપરૂપ થઈ આત્મસિધ્ધિ સાથે આનંદની અનુભૂતિ કરશે. જ્ઞાનનું ફળ સંવર-સમતા (ક્ષમા) છે. તપનું ફળ પણ સંવર-સમતા-નિર્જરા છે.
બાલ અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેત;
તે તપનમીએ ભાવ ધરીને, ભવસાયરમાં સેતું.' 'ત્રિકાલિકપણે કર્મ, કષાય એ નિકાચિતપણે બાંધ્યા તેહ બાળ, કહ્યું તે પણ બાહ્યાભ્યતર દુભે, સમાયુક્ત નિવેંત દુર્ગાન છે.'
(પૂ. મહો. યશોવિજયજી) અર્થાત્ જ્ઞાનસહિત–ક્ષમાસહિત કરેલો તપ તે કર્મને બાળવા સમર્થ છે. અધ્યાત્મ એટલે આત્માના સ્વરૂપને જાણે ત્યારે તેને પોતે પરથી (પુગલથી)
નવતત્ત્વ || ૮૫
શ
.