________________
પણ સમ્યગદર્શન અને સમ્યક ચારિત્ર વિના પ્રગટ થાય નહીં. મિથ્યાત્વની હાજરીમાં પણ ઘોર તપ હોઈ શકે પણ તે દ્રવ્ય તપ અકામ નિર્જરાના કારણભૂત થાય. સકામ નિર્જરાના કારણભૂત ન થાય ત૫ ગુણ પ્રગટ કરવામાં વિશેષથી લોભ મોહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની જરૂર પડે તેથી તપ ઈચ્છારોધ વિના ન થાય. 1 તપની નિશ્ચયથી વ્યાખ્યાઃ ઈચ્છારોધ તે મુખ્યતપગુણ છે. ઈચ્છારીધે સંવરી પરિણતિ સમતા યોગે રે, તપ તે એહી જ આત્મા વહેં નિજ ગુણ ભોગે રે...' 3 વ્યવહારથી ત૫ ૧૨ પ્રકારે ઃ ૬ બાહ્ય અને અત્યંતર.
ઈચ્છા પરિણામ લોભ મોહનીયના ઉદયથી થાય. પુદ્ગલ ભાવની ઈચ્છા થાય. આત્માના ગુણો સિવાય અન્યને મેળવવાની ઈચ્છા તે તપનો વિભાવ પરિણામ છે.
તત્ત્વાર્થ સૂત્રમાં– 'તપસા નિર્જરા ચ’ તપના બે કાર્ય. પ્રથમ ઈચ્છાનો રોધ સંવર થાય પછી નિર્જરા થાય. તપનું મુખ્ય ફળ નિર્જરા. આશ્રવને રોક્યા વિના સંવર થાય નહીં, સંવરવિના નિર્જરા ન થાય.નિર્જરા એટલે પોતાના ગુણોમાં સ્થિરતા, તપ એટલે તૃપ્તિ. જે વસ્તુનો ત્યાગ કર્યો જેની ઈચ્છા છોડી તેની ફરી ઈચ્છા ન થાય તે તૃપ્તિ. n નિશ્ચયથી તપની વ્યાખ્યા समस्त रागादि परभावेच्छात्यागेन स्वस्वरूपे प्रतपनं तपः।
आत्मानं आत्मना संधत्ते इति अध्यात्मं तपनं ॥
પર પુલ ગુણની ઈચ્છાનો ત્યાગ અને સ્વગુણનો ભોગ તે તપ છે. જો આત્માને સ્વગુણનો ભોગ કરાવવામાં ન આવે તો પર પુદ્ગલના ભોગની ઈચ્છા થાય.પરપુદ્ગલ ગુણમાં સુખબુધ્ધિ મિથ્યાત્વના ઉદયે થાય અને તે તરફ જીવને લલચાવે-પ્રેરે તે લોભ મોહનીયનો ઉદય. તે તરફ આકર્ષે તેમાં રહેવાની
નવતત્વ // ૮૩